#​​Ahmedabad/ ગુજરાત યુનિવર્સિટી બનાવમાં વાઈસ ચાન્સેલરનો નવો દાવો

બહારથી 25 જેટલા વિદ્યાર્થીઓ આવતા વિવાદ શરૂ થયો હતો

Gujarat

 

Gujarat News : ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી તોડફોડ મામલે  ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તમણે કહ્યું હતું કે આ શનિવારે રાત્રે આ બનાવ બન્યો હતો. જેમાં એ બ્લોકમાં 75 વિદેશી વિદ્યાર્થીઓ રહે છે. જેમાં વિદેશી મુસ્લિમ વિદ્યાર્થીઓ નમાઝ પઢતા હતા ત્યારે આ બનાવ બન્યો હતો.

આ બનાવમાં 25 જેટલા વિદ્યાર્થીઓ બહારથી આવ્યા હતા અને વિવાદ થયો હતો. જેની યુનિવર્સિટીએ ગંભીરતાથી નોંધ લીધી છે. આ વિદ્યાર્થીઓ અહીંના હતા કે બહારની તેની પણ તપાસ થશે. મુળ કારણ નમાઝનું નથી પણ અલગ જ કારણ છે. જાહેરમાં નમાઝ ન પઢી શકાય એવું જ અહીં પણ છે. આ સંવેદનશીલ મુદ્દો છે. ઈન્ટરનેશનલ ગાઈડલાઈન પ્રમાણે હોસ્ટેલના નિયમો છે. અમે કારણ શોધીને તપાસ કરીશું.

ગુજરાત યુનિવર્સિટીની બોયસ હોસ્ટેલમાં વિદેશી હુમલો અને તોડફોડનો બનાવ બન્યો હતો. આ ઘટના ઈન્ટરનેશનલ મદ્દો બનતા ગૃહ મંત્રાલયે પણ ગંભીર નોંધ લીધી છે. જેને પગલે પોલીસે કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃહવામાન વધુ એક વખત પલટાશે? બેવડી ઋતુનો સામનો કરવો પડશે…

આ પણ વાંચોઃએપ્રિલ અને મે મહિનામાં પડશે કાળઝાળ ગરમી, બેવડી ઋતુનો સામનો કરવો પડશે

આ પણ વાંચોઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, હનુમાનના દર્શન કરી પ્રચાર શરૂ કરશે

આ પણ વાંચોઃ ભાવનગર મનપામાં મહિલા કર્મીએ ખોટું મેડિકલ સર્ટિ. રજૂ કરતા ભાંડો ફૂટ્યો