કોરોના વાયરસના કહેરના કારણે ગરીબથી માંડી મધ્યમ વર્ગના લોકોની હાલત કફોડી બની ગઈ છે, ત્યારે આર્થિક સંકડામણ કે અન્ય કારણોસર લોકો આપઘાત કરી રહ્યા હોવાની ઘટનાઓમાં પણ વધારો થયો છે, ત્યારે આ જ પ્રકારની એક ઘટના રાજકોટમાંથી સામે આવી છે.
હકીકતમાં, રાજકોટમાં એક એન્જિનિયર વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ સમયે તેની પાસેથી એક ચિઠ્ઠી પણ મળી છે, જેમાં લખ્યું છે કે, હું સારો દીકરો બની શક્યો નહીં, સારૂ કમાઈ પણ ન શક્યો હોવાથી આ પગલું ભરું છું.”
આ પણ વાંચો :રાજકોટમાં વધુ ત્રણ ટેસ્ટિંગ બુથ અને 104 સેવામાં વધું 10 વાહનોનો ઉમેરો કરાશે : મ્યુ.કમિ. અગ્રવાલ
આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, રાજકોટ શહેરમાં 25 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર હર્ષદ નામના યુવાન શહેરના પેરામાઉન્ટ પાર્ક શેરી નંબર-3માં મકાન ભાડે રાખી રહેતો હતો, પરંતુ આ સમયે હર્ષદે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવતા તાત્કાલિક 108ની ટીમને જાણ કરવામાં આવી હતી.
બીજી તરફ આ સમગ્ર મામલાની જાણ યુનિવર્સિટી પોલીસને થતાં પોલીસ પણ બનાવના સ્થળે પહોંચી હતી અને ત્યારબાદ પોલીસે પરિવારને દીકરાના આપઘાત મામલે જાણ કરતા પરિવારજનો રાજકોટ આવી પહોંચ્યા હતા.
આ પણ વાંચો :ગાંધીનગર ખાતે ચુંટણી પ્રચાર માટે ઊંચા ઘોંઘાટ વાળા લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે એક અઠવાડિયા પૂર્વે રાજકોટ શહેરના અંકુર નગર મેઇન રોડ ઉપર શિવ પ્રોવિઝન સ્ટોરની સામે રહેતા જ્યોત્સનાબેન કાનજીભાઈ લોખીલ નામના મહિલાએ ઘરે ગળાફાંસો ખાઇ લીધાનો બનાવ સામે આવ્યો હતો. જ્યોત્સના બેનના પતિ રાજકોટ શહેર પોલીસમાં SI તરીકે ફરજ બજાવે છે. ગળાફાંસો ખાતા પહેલા જ્યોત્સના બેને ફોન કરીને કહ્યું હતું કે, “હું કંટાળી ગઈ છું, હું જાઉં છું “.
એક અઠવાડિયા પહેલા રાજકોટ શહેરના કાલાવડ રોડ ઉપર આવેલા વામ્બે આવાસ યોજનામાં રહેતા જશુબેન ચંદુભાઈ ગોહિલ નામના 50 વર્ષીય મહિલાએ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. પરિવારજનોએ પોલીસ પૂછપરછમાં આપઘાત કરવા પાછળનું કારણ બીમારીથી કંટાળીને પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું.
