વેક્સિનેશન / રાજકોટમાં વધુ ત્રણ ટેસ્ટિંગ બુથ અને 104 સેવામાં વધું 10 વાહનોનો ઉમેરો કરાશે : મ્યુ.કમિ. અગ્રવાલ

કોરોના વાયરસના સંક્રમણ સામે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ મોરચે જુદાજુદા પગલાંઓ લેવામાં આવી રહયા છે. જેમાં અત્યારે 45 વર્ષથી વધુ ઉમરના નાગરિકોને શકય તેટલી ઝડપથી કોરોના સામેની વેક્સિન આપવા પર ભાર મુકવામાં આવી રહયો છે. શહેરની વિવિધ સંસ્થાઓ તરફથી પણ મહાનગરપાલિકાને ઉમદા સહયોગ પ્રાપ્ત થઇ રહયો છે જે પ્રશંસનીય બાબત છે. સંસ્થાઓના સહયોગ સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કોરોના વેક્સિનેશન કેમ્પ માટે અભિયાન ચલાવવામાં આવી રહયું છે. જેમાંઆજે અલગ-અલગ સંસ્થાઓના સહયોગ સાથે કુલ છ સ્થળોએ નિ:શૂલ્ક વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે, તેમ મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.

ટ્વીટ / મારું અને સરકારનું એક માત્ર આયોજન સંક્રમણને અટકાવવાનું, દીકરાના લગ્ન અંગેના ન્યુઝ જુઠ્ઠા : મુખ્યમંત્રી રૂપાણી

આજે યોજાનારા વેક્સીનેશન કેમ્પ વિશે માહિતી આપતા મ્યુનિ. કમિશનરએ જણાવ્યું હતું કે, શહેરની જુદીજુદી સંસ્થાઓ જેવી કે, સરદારધામ, કૈલાશ ચેરિટેબલ ટ્રસ્ટ, રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટ, ગૌસ્વામી સમાજના સહકાર સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સવારે9:00 થી 5 : 00 વાગ્યા દરમ્યાન વોર્ડ નં.10માં “સરદારધામ”, મારવાડી સ્ટોક એક્ષ્ચેન્જ સામે, નાનામવા રોડ ખાતે, તથા વોર્ડ નં.11માં એસ.કે.પી.સ્કૂલ, પ્રણામી પાર્ક, 40 ફૂટ રોડના છેડે, મવડી પ્લોટ ખાતે, તથા વોર્ડ નં.૩માં શાળા નં.33, પોપટપરા મેઈન રોડ ખાતે, તથા વોર્ડ નં. 10માં  રાજકોટ સોરઠીયા દરજી જ્ઞાતિ ટ્રસ્ટની વાડી, બ્રહ્મસમાજ બસ સ્ટોપ પાસે, રૈયા રોડ ખાતે તથા  વિનોદભાઈ શેઠ કોમ્યુનિટી હોલ, નીલકંઠ સિનેમા સામે, અને સોમનાથ સ્કૂલ, રાજલક્ષ્મી સોસાયટી પાસે, રાજકોટ ખાતે વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવશે.

મોટા સમાચાર / મહારાષ્ટ્ર માં કોરોના બેકાબૂ , 24 કલાકમાં 322 લોકોના થયા મોત

“104 સેવા”માં વધુ 10 વાહનોનો ઉમેરો

વિશેષમાં, મ્યુનિ. કમિશનરએ એમ પણ જણાવ્યું હતું કે, હેલ્પલાઈન નંબર 104ની સેવાને મળી રહેલા પ્રતિસાદને નજર સમક્ષ રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કાફલામાં વધુ 10 વાહનોનો ઉમેરો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. હાલ 104 ની સેવામાં 20 વાહનો નાગરિકોની સેવામાં કાર્યરત્ત છે.

આસ્થા અને મુંજવણ / કર્ફ્યું નો સમય વધતા મુસ્લિમ સમાજ ની રમજાનની તરાવિહ પર પડશે અસર ?

વધુ 3 ટેસ્ટિંગ બૂથ શરૂ કરાશે

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં કોરોનાનું નિદાન કરવા માટે કુલ પાંચ ટેસ્ટિંગ બૂથ ચલાવવામાં આવી રહયા છે. જેમાં હવે વધુ ત્રણ ટેસ્ટિંગ બૂથનો ઉમેરો કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. જે અનુસાર મવડી ચોકડી, આકાશવાણી ચોક અને રામાપીર ચોક ખાતે આ ટેસ્ટિંગ બૂથ કાર્યરત્ત થશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…

Reporter Name:

More Stories


Loading ...

Top Stories


Photo Gallery