Kutch/ કોરોના કાળમાં શક્તિવર્ધક અડદિયાની વધી માંગ

શિયાળાની કડકડતી ઠંડીથી બચવા અને આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે લોકો વ્યાયામની સાથે આરોગ્યવર્ધક આહાર લેતા હોય છે. ત્યારે કોરોનાકાળ દરમિયાન કચ્છનાં શક્તિવર્ધક અડદિયાની માંગમાં વધારો થયો છે….

Gujarat Others

શિયાળાની કડકડતી ઠંડીથી બચવા અને આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે લોકો વ્યાયામની સાથે આરોગ્યવર્ધક આહાર લેતા હોય છે. ત્યારે કોરોનાકાળ દરમિયાન કચ્છનાં શક્તિવર્ધક અડદિયાની માંગમાં વધારો થયો છે.

સમગ્ર રાજ્ય સહિત કચ્છમાં પણ ફુલ ગુલાબી બરોબરની જામી છે. ત્યારે આવી ઠંડીમાં પોતાના આરોગ્યને તંદુરસ્ત રાખવા માટે લોકો વ્યાયામ અને આહાર પ્રત્યે ખાસ કાળજી રાખતા હોય છે.  શિયાળામાં અતિ આરોગ્યપ્રદ ગણાતા કચ્છનાં અડદિયાની માંગમાં વધારો થયો છે. કોરોનાકાળ વચ્ચે રોગપ્રતિકારક અને શક્તિવર્ધક અડદિયા લોકો હોંશે હોંશે આરોગી રહ્યાં છે.

આ  સ્વાદિષ્ટ અડદીયા જોઈને જ આપનાં મોઢામાં પાણી આવી ગયું હશે. અડદિયાની દાળ, ડ્રાયફ્રુટ, શુદ્ધ ઘી તેમજ શિયાળામાં શરીરને ગરમ રાખતા વસાણામાંથી આ  અડદિયા બનાવાય છે, આમ તો કચ્છમાં દિવાળીનો તહેવાર પૂર્ણ થાય એટલે કચ્છમાં મીઠાઈનાં વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે.  હાલ ડિસેમ્બર અને આગામી જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી વચ્ચે અડદિયાની માંગ વધી જતી હોય છે.

હાલમાં કચ્છમાં રણોત્સવ ચાલી રહ્યો છે, ત્યારે રણોત્સવનો લ્હાવો લેવા આવેલા પ્રવાસીઓ પણ પરત ફરતી વખતે સાથે અડદિયા લઇ જાય છે.  કચ્છમાં વહેંચાતા અડદિયાનાં એક કિલોનો ભાવ 400થી લઈને 800 સુધી છે, આમ કોરોના મહામારી વચ્ચે પણ અડદિયાની માંગ જળવાયેલી જોવા મળતા વેપારીઓએ મોટી રાહત અનુભવી છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…