Surat/ પોલીસને ફોન કરી દીકરીએ કહ્યું – મારી મમ્મી આપઘાત કરી લેશે, તમે આવીને બચાવી લો….

શુક્રવારની રાત્રે 8.05 વાગ્યે 18 વર્ષીય દીકરીએ પોલીસ કન્ટ્રોલ રૂમનો 100 નંબર ડાયલ કરીને ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું કે, ‘મારી મમ્મીએ રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો છે,

Gujarat Surat

રાજ્યમાં અવારનવાર પોલીસની સરાહનીય કામગીરીની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. જ્યાં પોલીસની સતર્ક કામગીરીના કારણે એક મહિલાનો જીવ  બચાવવામાં આવ્યો છે. આપધાત કરવાનો પ્રયાસ કરતી મહિલાને સમય સર પોલીસે આવીને જીવ બચાવ્યો છે. ઘટનાની વાત કરવામાં આવે તો મહિલાના પુત્ર પોલીસને ફોન કર્યો હતો કે તેની માતા આપધાત કરી રહી છે તો બચાવવા માટે આવો અને પોલીસ તાબડતોપ 6 મીનીટમાં આવીને ગળેફાંસો ખાતી લટકતી હાલતમાં મહિલાનો જીવ બચાવ્યો હતો. મહિલાના પગ પોલીસે ખભે મુકીને ટેકો આપી તેનો જીવ બચાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર, શુક્રવારની રાત્રે 8.05 વાગ્યે 18 વર્ષીય દીકરીએ પોલીસ કન્ટ્રોલ રૂમનો 100 નંબર ડાયલ કરીને ધ્રુસકે ધ્રુસકે રડતા કહ્યું કે, ‘મારી મમ્મીએ રૂમમાં અંદરથી દરવાજો બંધ કરી દીધો છે, તે આપઘાત કરી લેશે એટલે પ્લીઝ તેને બચાવી લો.’ કન્ટ્રોલ રૂમના ASI પરેશ પુરાણીએ પરિસ્થિતિની ગંભીરતાને સમજી તાત્કાલિક સ્લીપ બનાવીને અઠવાલાઇન્સ પોલીસની PCR વાનને જાણ કરી દેવામાં આવી હતી.

PCR વાનના પોલીસ કોન્સ્ટેબલ દિલીપસિંહ ધનસિંહને મેસેજ મળતાની સાથે જ તેઓ તરત વાનને પ્રાઇવેટ ડ્રાઇવર આનંદની સાથે આપવામાં આવેલ સરનામે પહોંચી ગયા હતા. પુત્રીએ ફરિયાદ કરી એની ફક્ત 6 મિનિટમાં એટલે કે બરાબર રાત્રે 8.11 વાગ્યે કોન્સ્ટેબલ દિલીપસિંહ મહિલાના ઘરે પહોંચી ગયાં હતાં. મહિલાએ દરવાજો અંદરથી બંધ કરીને પુરાઈ ગઈ હતી. જો કે, રૂમની બારી ખુલ્લી હતી. એક બાજુ પોલીસ દરવાજો ખોલવા ઘણીવાર વિનંતી કરતી હતી.

 બીજી બાજુ મહિલાએ ડેટોલ પી ને બેડ ઉપર ટેબલ મૂકીને દુપટ્ટા વડે ફાંસો ખાવાની તૈયારી કરી રહી હતી. દરવાજો તોડ્યા વિના કોઈ વિકલ્પ ન હતો. પોલીસ કોન્સ્ટેબલે ધડાધડ લાતો મારીને દરવાજો તોડીને અંદર ધસી ફાંસીએ લટકવા જતી મહિલાના પગ પકડીને તરત નીચે ઉતારીને તેમના ગળામાંથી ફાંસી કાઢ્યો હતો.

મહિલાએ ડેટોલ પીધું હોવાને કારણે તત્કાલ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે ઘટનાની સંવેદનશીલતા પારખીને વીજળી ઝડપ દાખવીને મહિલાનો જીવ બચાવ્યો હતો.

આ સમગ્ર ઘટનામાં આપઘાતનો પ્રયત્ન કરનાર 18 વર્ષની દીકરીએ સમજણ દાખવીને તે મહત્ત્વની વાત છે. આવેશમાં આવી ગયેલ માતા ખોટું પગલું ભરી લેશે એનો ખ્યાલ આવતા તેમણે 100 નંબર ડાયલ કરીને તત્કાલ પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરીને માતાનો જીવ બચાવી લીધો હતો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…