Ahmedabad News/ અમદાવાદમાં નકલી સિગારેટનું નેટવર્ક ઝડપાયું: રૂ. 8.62 લાખનો જથ્થો જપ્ત

Ahmedabad Fake Cigarettes Raid: અમદાવાદના મણિનગર અને કાલુપુરમાં SOGના દરોડા દરમિયાન 6,900 નકલી સિગારેટના પેકેટ જપ્ત કરાયા. રૂ. 8.62 લાખના જથ્થા મામલે દુકાનદારની ધરપકડ, સપ્લાયરની શોધખોળ શરૂ.

Top Stories Ahmedabad Gujarat
Ahmedabad Fake Cigarettes Raid: રૂ. 8.62 લાખનો માલ જપ્ત

Ahmedabad News: અમદાવાદમાં નકલી સિગારેટના વેચાણ સામે City Crime Branchના Special Operations Group (SOG)એ કાર્યવાહી કરી છે. મણિનગર અને કાલુપુરની બે દુકાનોમાં દરોડા પાડીને પોલીસે કુલ 6,900 સિગારેટના પેકેટ જપ્ત (Ahmedabad Fake Cigarettes Raid) કર્યા છે. જપ્ત કરાયેલા માલની કિંમત અંદાજે રૂ. 8.62 લાખ હોવાનું જણાવાયું છે. આ કેસમાં 66 વર્ષીય દુકાનદારની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે કથિત સપ્લાયરની શોધખોળ ચાલુ છે.

મણિનગરની દુકાનમાં દરોડો

મળતી માહિતી અનુસાર, મણિનગરના સિંધી માર્કેટમાં આવેલી મહેશ જનરલ સ્ટોર્સમાં નકલી ITC પ્રોડક્ટ્સ (ITC Fake Products) વેચાતી હોવાની બાતમીના આધારે SOG (SOG Ahmedabad)એ 9 ઓક્ટોબરે તપાસ હાથ ધરી હતી. કાર્યવાહી દરમિયાન દુકાનમાંથી 3,550 સિગારેટના પેકેટ મળી આવ્યા હતા. આ જથ્થાની કિંમત આશરે રૂ. 4.43 લાખ આંકવામાં આવી છે. દુકાનદારની ઓળખ શોભરાજ જેથાનંદ કેવલાણી તરીકે થઈ છે.

Ahmedabad Fake Cigarettes Raid: રૂ. 8.62 લાખનો માલ જપ્ત
Ahmedabad Fake Cigarettes Raid: રૂ. 8.62 લાખનો માલ જપ્ત

કાલુપુરમાંથી પણ સિગારેટનો જથ્થો મળ્યો

પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે પોલીસની ટીમે કાલુપુર (Maninagar Kalupur Raid)ના પાન માર્કેટમાં આવેલી દેવ ટ્રેડર્સ નામની દુકાનમાં પણ તપાસ કરી હતી. અહીંથી વધુ 3,350 પેકેટ જપ્ત કરવામાં આવ્યા હતા, જેની કિંમત આશરે રૂ. 4.18 લાખ હોવાનું જણાવાયું છે.

આ રીતે બંને સ્થળેથી કુલ 6,900 પેકેટ જપ્ત કરાયા છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, પેકેટ પર છપાયેલા Product Identification Numbers કંપનીના સોફ્ટવેરમાં ચકાસી શકાયા નહોતા. કંપનીના પ્રતિનિધિ દ્વારા આ પ્રોડક્ટ્સની અધિકૃતતા અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સપ્લાયરની શોધખોળ શરૂ

પોલીસના જણાવ્યા અનુસાર, દુકાનદારે નિકુંજભાઈ નામના વ્યક્તિ પાસેથી WhatsApp દ્વારા ઓર્ડર આપીને સિગારેટનો જથ્થો મેળવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું કહેવાય છે. આ મામલે Copyright Act (Copyright Act Case), 1957 હેઠળ ગુનો નોંધીને સપ્લાયરની ઓળખ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો: અસલાલીમાં દારૂના કટિંગ પર દરોડા, ₹18.29 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા

આ પણ વાંચો: અમદાવાદ ગ્રામ્યમાં નશાકારક કફ સીરપના નેટવર્કનો પર્દાફાશ, 24 કલાકમાં બે દરોડા પાડી 450 બોટલ જપ્ત

આ પણ વાંચો: પંજાબ CM ભગવંત માનની કેમ્પ ઓફિસ પર CBIના દરોડા, OSDના ઘર પર પણ તપાસ