Rajkot TRP Game Zone Fire/ રાજકોટ અગ્નિકાંડના કેસમાં ચાર આરોપીઓની જામીન અરજીની આજે સુનાવણી

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલામાં ચાર આરોપીઓની જામીન અરજીની આજે સુનાવણી થશે. આ ગેમઝોનના જમીન માલિક સહિત અન્ય ત્રણ અધિકારીઓની જામીન અરજીની પણ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા હતા.

Gujarat Rajkot Breaking News

Rajkot News: રાજકોટના ટીઆરપી ગેમઝોન (TRP Game Zone Fire) અગ્નિકાંડ મામલામાં ચાર આરોપીઓની જામીન અરજીની આજે સુનાવણી થશે. આ ગેમઝોનના જમીન માલિક સહિત અન્ય ત્રણ અધિકારીઓની જામીન અરજીની પણ સુનાવણી થશે. ઉલ્લેખનીય છે કે રાજકોટ અગ્નિકાંડમાં 27 લોકોના મોત નીપજ્યા હતા.

ગૌતમ જોશી અને રાજેશ મકવાણાએ ગઇકાલે જામીન અરજી દાખલ કરી હતી અને અશોક સિંહ અને ઇલેશ ખેરે અગાઉ જામીન અરજી કરી હતી. અગ્નિકાંડમાં ૨૭ લોકો ના મોત નીપજતા ચારેય આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થઇ છે જમીન માલિક અશોકસિંહ જાડેજા, ફાયર ઓફિસર ઈલેશ ખેર, પૂર્વ ATPO ગૌતમ જોશી અને રાજેશ મકવાણા ની જામીન અરજી પર આજે નિર્ણય લેવાશે.

આ પહેલાં આ કેસમાં તાજેતરમાં રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર કેસમાં આજે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટુ અરજીની સુનાવણી થઈ હતી. જેમાં આજે હાઇકોર્ટે મ્યુનિ. કમિશ્નર દ્વારા દાખલ કરેલ સોગંદનામું અસ્વીકાર્ય ગણીને પાછું ખેંચ્યું હતું. હાઈકોર્ટે કહ્યું, જો કોર્ટ એફિડેવિટ જોશે તો તમે મુશ્કેલીમાં મુકાઈ જશો. રાજકોટ મ્યુનિ. કમિશનરે પોતાની ભૂલ સ્વીકારી ન હતી અને માફી પણ માંગી ન હતી.

કોર્ટે આજે પૂછ્યું કે અમદાવાદની શ્રેયા હોસ્પિટલમાં આગની ઘટના બાદ પીઆઈએલ પર કોર્ટ દ્વારા શું સૂચનાઓ આપવામાં આવી હતી. રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે તેનું પાલન કરવા એફિડેવિટ કરી હતી. તેમાં કાયમી અને કામચલાઉ બાંધકામને લગતા નિયમોનો પણ ઉલ્લેખ છે. તેના બે વર્ષ બાદ રાજકોટમાં આગની આ ઘટના બની હતી. આથી હવે મ્યુનિસિપલ કમિશનર પોતે કશું જાણતા નથી તેમ કહીને છટકી શકે તેમ નથી. મોનીટરીંગની જવાબદારી કમિશનરની છે. કમિશનરે તપાસ કરવી જોઈએ કે નિયમો મુજબ બીયુની મંજૂરી છે કે કેમ? ભલે તે ગૌણ વિભાગ દ્વારા સંચાલિત હોય.

આ એફિડેવિટ કયા મ્યુનિસિપલ કમિશનરે કરી છે તે મહત્વનું નથી. જો કોર્ટ સમક્ષ એફિડેવિટ આપવામાં આવે તો તેના પર કાર્યવાહી થવી જોઈએ. તેમજ ફેક્ટ ફાઈન્ડીંગ કમિટીના રીપોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કમિશનરનો કોઈ વાંક ન હોવાનું જણાવાયું છે! શું સત્યશોધક સમિતિએ શ્રેયા હોસ્પિટલની દુર્ઘટના બાદ હાઈકોર્ટે પીઆઈએલમાં આપેલા નિર્દેશોને ધ્યાનમાં લીધા છે કે નહીં? મ્યુનિસિપલ કમિશનર હાઈકોર્ટની સૂચનાને અવગણી શકે નહીં. વિભાગ મ્યુનિસિપલ કમિશનરની સત્તાનો ઉપયોગ કરતું હોય તો પણ મ્યુનિસિપલ કમિશનર છટકી શકતા નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ફાયર કેસમાં મ્યુનિ. કમિશ્નરનું સોગંદનામું કોર્ટને અસ્વીકાર્ય

આ પણ વાંચો: રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં સાક્ષી કે ફરિયાદી હોસ્ટાઈલ થઈ શકશે નહી

આ પણ વાંચો: રાજકોટ ટીઆરપી ગેમ ઝોન દુર્ઘટનાના આરોપી સાગઠીયા સામે 10 કરોડની અપ્રમાણસર મિલકતનો ગુનો