Ahmedabad News : રાજકોટના હચમચાવી નાંખનારા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનાં આરોપી ટીપીઓ એમ.ડી.સાગઠીયાની 10 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવી છે. જેને પગલે એન્ટી કરપ્શન બ્યુરો(એસીબી)એ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
એસીબીએ અપ્રમાણસર મિલકતની 1.4.2012 થી 31.5.2024 ના સમયગાળાના ચેક પિરીયડ દરમિયાન આરોપીએ વસાવેલ મિલકતોની તપાસ હાથ ધરી હતી. જેમાં દસ્તાવેજા પુરાવા તથા બેંક ખાતાની તપાસ કરાઈ હતી. એસીબીએ નાણાંકીય સલાહકાર મારફતે આ મિલકતોનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું.
જેમાં આરોપી અધિકારીએ પોતાની કાયદેસરની ફરજ દરમિયાન પોતાના હોદ્દાનો દુરૂપયોગ કરીને ગેરકાયદે ધનવાન થવા માટે ભ્રષ્ટાચારની વિવિધ રીત રસમો અપનાવી હતી. તપાસમાં આરોપીએ પોતાના તથા આશ્રીતોના નામે મિલકતમાં રોકાણ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
આરોપીએ પોતાની કાયદેસરની આવક રૂ.2,57,17,359 ના પ્રમાણમાં પોતાના તથા પોતાના પરિવારજનોના નામે કુલ રોકાણ અને ખર્ચ રૂ.13,23,33,323 કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું.
આમ આરોપીએ પોતાની કાયદેસરની આવકના પ્રમાણમાં રૂ.10,55,37,355 ની સંપત્તિ વસાવી હોવાનું જણાયું હતું.
આ પણ વાંચો:સાવધાન! શિમલા જાઓ છો તો પોતાનું પાણી સાથે લઈ જાઓ, જાણો શા માટે
આ પણ વાંચો:જીમ ટ્રેનરનાં પ્રેમમાં પડી પત્ની, પતિને મારવા બનાવ્યા 2 પ્લાન, શૂટરોના બાળકોની ફી પણ ભરી….
આ પણ વાંચો:કોંગ્રેસ નેતા કિરણ ચૌધરી આજે ભાજપમાં જોડાઈ શકે છે, સમર્થકોને દિલ્હી પહોંચવા કહ્યું
