Not Set/ 25 હજારનો દંડ ફટકારવામાં આવતા યુવકે બાઇકને લગાવી દીધી આગ

દિલ્હી,  ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા પછીથી દેશભરમાં ભારે ભરખમ દંડ ફરકારવામાં આવી રહ્યાં છે. ગઈકાલે દિલ્હીમાં પણ આવું જ કંઈક બન્યું હતું. એક બાઇક સવારને મેમો ફટકારવામાં આવ્યો હતો. મેમોનો દંડ સાંભળીને બાઇક સવારને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પોતાની બાઇકને પોલીસ સામે જ સળગાવી દીધી હતી, ત્યારબાદ પોલીસકર્મીઓએ આરોપી યુવકને કસ્ટડીમાં લીધો હતો. […]

Top Stories India

દિલ્હી, 

ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા પછીથી દેશભરમાં ભારે ભરખમ દંડ ફરકારવામાં આવી રહ્યાં છે. ગઈકાલે દિલ્હીમાં પણ આવું જ કંઈક બન્યું હતું. એક બાઇક સવારને મેમો ફટકારવામાં આવ્યો હતો.

મેમોનો દંડ સાંભળીને બાઇક સવારને એટલો ગુસ્સો આવ્યો કે તેણે પોતાની બાઇકને પોલીસ સામે જ સળગાવી દીધી હતી, ત્યારબાદ પોલીસકર્મીઓએ આરોપી યુવકને કસ્ટડીમાં લીધો હતો. મામલો દિલ્હીના માલવીયા નગરનો છે.

ટ્રાફિક પોલીસની ટીમ ગુરુવારે ટ્રાફિકના નવા નિયમો લાવ્યા બાદ તપાસ કરી રહી હતી. ખાસ કરીને દારૂ પીનારા અને વાહન ચલાવનારાઓની ઓળખ કરવામાં આવી હતી. ત્યારે પોલીસે રાકેશ નામના બાઇક સવારને અટકાવ્યો હતો અને પૂછપરછ દરમિયાન પોલીસને રાકેશ નશામાં હોવાનું માલૂમ પડ્યું હતું. આ આધારે પોલીસે રાકેશના મેમો ફટકાર્યો હતો.

મેમો ફાડયા બાદ પોલીસે તેની બાઇક પણ કબજે કરી હતી. ત્યારે રાકેશ એટલો ગુસ્સે થયો કે તેણે બાઇકને સળગાવ્યું હતું. બાઇક સવારની આ કૃત્યથી ટ્રાફિક પોલીસ કર્મચારીઓમાં ખળભળાટ મચી ગયો હતો.

તાત્કાલિક ફાયર બ્રિગેડને બોલાવવામાં આવી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યાં સુધીમાં બાઇક બળીને ખાક થઈ ગયું હતું. પોલીસે રાકેશ વિરુદ્ધ આઈપીસી 453 હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે.

નવા ટ્રાફિક નિયમોની રજૂઆત થયા ત્યારથી, મોટા ભરખમ દંડ ફરકારવામાં આવી રહ્યાં છે.તેવા અહેવાલો હેડલાઇન્સ બનાવી રહ્યા છે. કેટલાક કેસમાં સ્કૂટી માટે 23 હજારનો મેમો ફાડવામાં આવ્યો હતો.અને ક્યાંક નિયમો તોડનાર ટ્રેક્ટર ઉપર 59 હજારનો મેમો ફાડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.