Not Set/ AUS vs ENG : સ્ટીવ સ્મિથે ફટકારી બેવડી સદી, રેકોર્ડની લગાવી લાઈન

ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ એશિઝમાં પોતાના બેટથી કમાલ કરી રહ્યા છે. એશિઝ સિરીઝમાં માત્ર દોઢ ટેસ્ટ રમીને વિરાટ કોહલીની જગ્યાએ સ્ટીવ સ્મિથ વિશ્વનો નંબર વન બેટ્સમેન બની ગયો છે. ચોથી એશિઝ ટેસ્ટનાં બીજા દિવસે તેણે તેની બેવડી સદી ફટકારી આ કારનામો કરી બતાવ્યો છે. તેણે આ સીરીઝમાં ચોથી ઇનિંગ રમતા ત્રીજી  અને કારકિર્દીની 26 […]

Top Stories Sports

ઓસ્ટ્રેલિયાનાં પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ એશિઝમાં પોતાના બેટથી કમાલ કરી રહ્યા છે. એશિઝ સિરીઝમાં માત્ર દોઢ ટેસ્ટ રમીને વિરાટ કોહલીની જગ્યાએ સ્ટીવ સ્મિથ વિશ્વનો નંબર વન બેટ્સમેન બની ગયો છે. ચોથી એશિઝ ટેસ્ટનાં બીજા દિવસે તેણે તેની બેવડી સદી ફટકારી આ કારનામો કરી બતાવ્યો છે. તેણે આ સીરીઝમાં ચોથી ઇનિંગ રમતા ત્રીજી  અને કારકિર્દીની 26 મી સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે 310 બોલમાં બેવડી સદી પણ પૂર્ણ કરી અને 319 બોલમાં 211 રન બનાવ્યા. એશિઝની આઠ ઇનિંગ્સમાં તેના બેટની આ ત્રીજી બેવડી સદી છે. 2017 માં, તેણે પર્થમાં ઇંગ્લેન્ડ સામે 239 રનની ઇનિંગ્સ રમી હતી. વર્ષ 2015 માં તેણે ઈંગ્લેન્ડ સામે લોર્ડ્સ ટેસ્ટમાં 215 રન બનાવ્યા હતા. આ રીતે, તે સતત ત્રીજી એશિઝ શ્રેણીમાં ટ્રિપલ સદી ફટકારવામાં સફળ રહ્યો છે.

સ્મિથ ઉપર પ્રતિબંધ મુકાયા બાદ વિરાટ વિશ્વનો નંબર વન બેટ્સમેન બની રહ્યો પરંતુ સ્મિથે ધમાકેદાર વાપસી કરી વિશ્વને બતાવ્યુ છે કે તે વિશ્વનો નંબર વન બેટ્સમેન કેમ છે. એજબેસ્ટન ખાતે રમાયેલી એશિઝ 2019 ની પ્રથમ ટેસ્ટ મેચની બંને ઇનિંગ્સમાં સ્મિથે સદી (144 અને 142) ફટકારી ઓસ્ટ્રેલિયાને પોતાના દમ પર જીત અપાવી. લોર્ડ્સ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં જોફ્રા આર્ચરની બાઉન્સર પર ઈજા હોવા છતાં તેણે 92 રનની ઇનિંગ્સ રમી હતી. આ પછી, જ્યારે તે લોર્ડ્સ ટેસ્ટની બીજી ઇનિંગ અને ત્રીજી ટેસ્ટથી બહાર થયા બાદ, જ્યારે તે ચોથી ટેસ્ટમાં પરત ફર્યો ત્યારે તેણે બેવડી સદી ફટકારી હતી. માન્ચેસ્ટર ટેસ્ટનાં પહેલા દિવસે 60રન બનાવી પેવેલિયન પરત ફરનારા સ્મિથે બીજા દિવસે લંચ પહેલા જ ઓવરટનનાં બોલ પર બે રન બનાવીને 160 બોલમાં તેની કારકિર્દીની 26 મી ટેસ્ટ સદી પૂરી કરી હતી. ત્યારબાદ તેણે આ ઇનિંગ્સને ડબલ સદીમાં ફેરવી હતી.

છેલ્લી આઠ એશિઝ ટેસ્ટમાં 6 સદી

સ્મિથે 2017 થી 2019 ની વચ્ચે એશિઝમાં આઠ ટેસ્ટ રમી છે. બ્રિસ્બેનથી માન્ચેસ્ટર સુધી તે 6 સદી ફટકારી છે. જેમાં બે બેવડી સદીનો સમાવેશ છે. એજબેસ્ટનમાં રમાયેલી 2017 એશિઝ મેચમાં તેણે 141* રનની ઇનિંગ્સ રમી ત્યારથી તે એશિઝમાં સતત રન બનાવી રહ્યો છે. 8 ટેસ્ટની 11 ઇનિંગ્સમાં તેણે 141*, 40, 6, 239, 76, 102*, 83, 144, 142, 92, 211 રન બનાવ્યા છે. ફક્ત આ સમય દરમિયાન તેણે પોતાના બેટની મદદથી 6 સદી અને 3 અડધી સદી ફટકારી છે. માત્ર 2 વખત તે પચાસ કરતા ઓછા રન બનાવી શક્યો છે.

એશિઝમાં ડબલ સદીની હેટ્રિક

ડોન બ્રેડમેન અને વોલી હેમન્ડ પછી સ્ટીવ સ્મિથ એશિઝની યાદીમાં ત્રીજા નંબરે પહોંચી ગયો છે. બ્રેડમેની એશિઝમાં 8 ડબલ અને વોલી હેમન્ડની 4 બેવડી સદી હતી. પરંતુ સ્મિથે ત્રણ બેવડી સદીનાં નામે એક ખાસ સિદ્ધિ નોંધાવી છે. તે સતત ત્રણ એશિઝમાં ડબલ સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો છે.

એશિઝમાં સૌથી વધુ બેવડી સદી

સર ડોન બ્રેડમેન 8

વોલી હેમન્ડ 4

સ્ટીવ સ્મિથ 3

બોબ સિમ્પસન 2

એલિસ્ટેર કુક 2

સતત ત્રીજી એશિઝમાં 500 થી વધુ રન બનાવ્યા

ગુરુવારે સ્ટીવ સ્મિથે બેવડી સદી ફટકારી હતી અને એશિઝ 2019 માં ત્રીજી ટેસ્ટ રમતી વખતે 500 રનનો આંકડો પાર કર્યો હતો. વર્તમાન એશિઝમાં તેણે પોતાના ખાતામાં 3 ટેસ્ટની 4 ઇનિંગ્સમાં 589 રન બનાવ્યા છે. તેણે લગભગ 147 ની એવરેજથી આ રન બનાવ્યા છે. જેમાં 3 સદી અને 1 અડધી સદી શામેલ છે. આ સતત ત્રીજી એશિઝ સીરીઝ છે જેમાં તેણે ટીમ માટે 500 થી વધુ રન બનાવ્યા છે. 2015 એશિઝમાં તેણે 5 મેચની 9 ઇનિંગ્સમાં 56.44 ની એવરેઝથી 508 રન બનાવ્યા જેમાં 2 સદીનો સમાવેશ છે. 2017 માં, તેણે ઓસ્ટ્રેલિયામાં 5 મેચની 7 ઇનિંગ્સમાં 137.40 ની એવરેઝથી 687 રન બનાવ્યા. જેમાં 3 સદી અને 2 અડધી સદીનો સમાવેશ હતો. તે સતત ત્રણ એશિઝમાં 500 થી વધુ રન બનાવનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે. બ્રેડમેને પાંચ વખત એશિઝ સીરીઝ દરમિયાન 500થી વધુ રન બનાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.