Not Set/ કેરળમાં ચોથા ઇન્ટરનેશનલ એરપોર્ટનું કરાયું ઉદ્ઘાટન, બન્યું દેશનું પ્રથમ રાજ્ય

કન્નુર, કેરળમાં રવિવારે કન્નુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અબે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટનની સાથે જ કેરળ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જ્યાં કુલ ચાર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. કન્નુર એરપોર્ટ પરથી સવારે ૧૦ વાગ્યે એર ઇન્ડિયાના વિમાને ૧૮૦ યાત્રીઓ […]

Top Stories India Trending

કન્નુર,

કેરળમાં રવિવારે કન્નુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી પિનારાઈ વિજયન અબે કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી સુરેશ પ્રભુએ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

national-kannur-airport-inaugurated-kerala-indian-state-four-international-airport

આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટના ઉદ્ઘાટનની સાથે જ કેરળ દેશનું પહેલું રાજ્ય બની ગયું છે, જ્યાં કુલ ચાર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે.

કન્નુર એરપોર્ટ પરથી સવારે ૧૦ વાગ્યે એર ઇન્ડિયાના વિમાને ૧૮૦ યાત્રીઓ સાથે અબુધાબીની પહેલી ઉડાન ભરી હતી. આ દરમિયાન તમામ યાત્રીઓને એરપોર્ટ ઓથોરિટી તરફથી ભેટ આપવામાં આવી હતી.

national-kannur-airport-inaugurated-kerala-indian-state-four-international-airport

કન્નુર એરપોર્ટ પરથી સંયુક્ત આરબ એમિરેટ્સ, ઓમાન, કતાર ઉપરાંત હૈદરાબાદ, બેંગલુરુ અને મુંબઈ માટે પણ ડોમેસ્ટિક ફ્લાઈટ સંચાલિત કરવામાં આવશે.

કેરળમાં આ એરપોર્ટ પહેલા તિરુવંતપુરમ, કોચ્ચિ અને કોઝિકોડમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ શરુ થઇ ચુક્યા છે.