અમદાવાદ પોલીસ બેડા પર કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેવી રીતે એક બાદ એક પોલીસ સ્ટેશન અને પોલીસ કર્મીઓ કોરોનાની કારમી ઝપેટમાં આવી રહ્યાની વિગતો સામે આવી રહી છે. કોરોનાનો કારમો કહેર અમદાવાદનાં કાલુપુર પોલીસ સ્ટેશનના PI પર ઉતર્યો હોય તેવી રીતે કાલુપુર પોલીસ સ્ટેશનના PIનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. PIની સાથે સાથે કાલુપુર પોલીસ સ્ટેશનના એક ASI પણ કોરોના પોઝિટિવ હોવાનું સામે આવી રહ્યું છે.
PI આર.જી દેસાઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમની સાથે એક ASI પણ કોરોના પોઝિટિવ આવતા હાલ, બન્ને પોલીસકર્મીઓ હોમ આઇસોલેટ થયા છે. એક તરફ ભારતનાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદની મુલાકાતે છે. અમદાવાદ શહેર પોલીસનાં અભેદ કિલ્લામાં ફેરવાયું છે, ત્યારે જ અનેક પોલીસ કર્મીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા હોવાની ઘટનાથી પોલીસ બેડમાં અઝંપા જેવી સ્થિતિ સર્જાઇ છે.
આપને જણાવી દઇએ કે ન ફક્ત કાલુપુર પોલીસ સ્ટેશનમાં જ નહી, પરંતુ અમદાવાદમાં બીજા એક પોલીસ સ્ટેશનનાં પોલીસ કર્મીઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. મણિનગરના 4 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. PM બંદોબસ્તમાં ગયેલા પોલીસ કર્મીઓનો કોરોના પોઝીટીવ આવતા ખડભડાટ મચી જવા પામ્યો છે. કોરોના પોઝિટિવ આવેલા તમામ પાલીસ કર્મીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
ઉલ્લેખનીય છે કે, બરોબર PM મોદીની કેવડિયા કોલોનીની મુલાકાત પૂર્વે કેવડિયામાં પણ એક સાથે PM સુરક્ષામાં સામેલ 10 જવાનોનાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
