Not Set/ જમીન બિનખેતીની પ્રક્રિયા કલેકટરોને સોંપવાનો સરકારનો પ્રજાલક્ષી નિર્ણય

રેવન્યુ અને પંચાયત વિભાગમાં ભ્રષ્ટાચારના ભોરિંગ સમાન બની ગયેલી બિનખેતીની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવા માટે દિવાળીના તહેવારો દરમિયાન રેવન્યુ વિભાગમાં બિનખેતી સમગ્ર પ્રક્રિયા આેન લાઈન કરાયા બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈને રાજ્યભરની તમામ જિલ્લા-તાલુકા પંચાયતો પાસેથી બિનખેતી સત્તા છીનવી લઈને જે-તે જિલ્લાના કલેકટરોને સોપી છે. સરકારના આ નિર્ણય બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયત હસ્તકના […]

Top Stories Gujarat

રેવન્યુ અને પંચાયત વિભાગમાં ભ્રષ્ટાચારના ભોરિંગ સમાન બની ગયેલી બિનખેતીની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવા માટે દિવાળીના તહેવારો દરમિયાન રેવન્યુ વિભાગમાં બિનખેતી સમગ્ર પ્રક્રિયા આેન લાઈન કરાયા બાદ રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લઈને રાજ્યભરની તમામ જિલ્લા-તાલુકા પંચાયતો પાસેથી બિનખેતી સત્તા છીનવી લઈને જે-તે જિલ્લાના કલેકટરોને સોપી છે.

સરકારના આ નિર્ણય બાદ હવે જિલ્લા અને તાલુકા પંચાયત હસ્તકના કાર્યક્ષેત્રોમાં પણ બિનખેતીના પ્રક્રિયા આેનલાઈન થશે અને કલેકટર તંત્ર મારફત જ થશે.

ગુજરાત રાજ્યની 33 જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત હસ્તકની બિનખેતીની પ્રક્રિયા કલમના ઝાટકે સરકારે છીનવીને કલેકટરોને હસ્તક સાેંપી દીધી છે. આવુ કરવા પાછળ સરકારનો ઉદેશ્ય બિનખેતી પ્રક્રિયામાં પારદશિર્તા, એકસૂત્રતા લાવવાની સાથે ભ્રષ્ટાચાર મુકત બનાવવાનો છે.