Food Recipe/ ઘરે બનાવો બજાર જેવું સ્પાઇસી ચિલી ઓઇલ…1 ચમચી ઉમેરતાં જ બાળકોના મનપસંદ મોમોઝનો સ્વાદ વધી જશે!

ચિલી ફ્લેક્સ અને લસણની મદદથી આ ચિલી ઓઇલ (Chili Oil Recipe)ને તમે તમારા કિચનમાં જ રેડી કરી શકો છો. તો ચાલો જાણી લઈએ ચટપટું અને સ્પાઈસી…

Trending Food Lifestyle
Chili Oil Recipe...મોમોઝનો સ્વાદ આ Amazing Oilથી નિખરી જશે! 25 મિનિટમાં રેડી!

Food Recipe: ચિલી ફ્લેક્સની જેમ જ ચિલી ઓઇલ (Chili Oil Recipe) પણ તમે ઘરે જ મિનિટોની અંદર બનાવી શકો છો. આ માટે વધુ મહેનત કરવાની પણ જરુર પડતી નથી. આ ચિલી ઓઇલ ચાઈનીઝ ડિશીઝને સ્પાઈસી બનાવવા માટે ઉપરથી મિક્સ કરવામાં આવે છે જે એક અનોખો ફ્લેવર આપે છે!

મોમોઝ, ફ્રાઇડ રાઈઝ (Momos, Fried Rice)વગેરે માર્કેટમાં તો બધા જ ખાતા હોય છે પણ જ્યારે આપણે ઘરે બનાવીએ છીએ ત્યારે એ સ્વાદ જ નથી આવતો! આનુ સૌથી મોટું કારણ છે ચાઈનીઝ વાનગી વેચનારાઓ ડિશીઝમાં જે સ્પાઈસી ચિલી ઓઇલ (Chili Oil) નાખે છે એવું ઘરમાં હોતું નથી! પણ એને તમે ઘરે ન બનાવી શકો એવુંયે નથી…ચિલી ફ્લેક્સની જેમ જ ચિલી ઓઇલ (Chili Oil Recipe) પણ તમે ઘરે જ મિનિટોની અંદર બનાવી શકો છો. આ માટે વધુ મહેનત કરવાની પણ જરુર પડતી નથી. આ ચિલી ઓઇલ ચાઈનીઝ ડિશીઝને સ્પાઈસી બનાવવા માટે ઉપરથી મિક્સ કરવામાં આવે છે જે એક અનોખો ફ્લેવર આપે છે!

જો તમારા ઘરમાં પણ લોકો ચાઈનીઝ ખાવાનું પસંદ કરતા હોય અને એ માટે તમારે મોમોઝ, રાઈસ અને નૂડલ્સ વગેરે બનાવતી વખતે બજારનું ચિલી ઓઇલ વાપરવું પડતું હોય છે. પરંતુ હવે એમ કરવાની જરુર નથી. કારણ કે, ચિલી ફ્લેક્સ અને લસણની મદદથી આ ચિલી ઓઇલને તમે તમારા કિચનમાં જ રેડી કરી શકો છો. તો ચાલો જાણી લઈએ ચટપટું અને સ્પાઈસી સુગંધયુક્ત ચિલી ઓઈલ બનાવવાની સરળ રેસિપી (Chili Oil Recipe)…

 

Homemade Chili Oil
Homemade Chili Oil

ચિલી ઓઇલ શું હોય છે?

ચિલી ઓઇલ એક પ્રકારનું ફ્લેવર્ડ ઓઇલ છે જેને તેલમાં લાલ મરચું અને વિવિધ મસાલાઓને મિક્સ કરીને તૈયાર કરવામાં આવે છે. આનો ઉપયોગ ખાસ કરીને ચાઈનીઝ ફૂડ, થાઈ ફૂડ અને વિયેતનામી ફૂડ (Chinese food, Thai food and Vietnamese food)માં કરવામાં આવે છે. આને નુડલ્સ, મોમોઝ, ફ્રાઇડ રાઇસ, પાસ્તા, ઈંડા, ટોસ્ટ અને અનેક પ્રકારના સ્નૅક્સ ઉપર નાખીને ખાઈ શકાય છે.

શી રીતે બનાવશો ચિલી ઓઈલ? (Homemade Chili Oil Recipe)

ચિલી ઓઈલ બનાવવા (Chili Oil Recipe) માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

Chili Oil Recipe Ingredients
Chili Oil Recipe Ingredients

સામગ્રી

1/2 કપ મોટા ચિલી ફ્લેક્સ

1 કપ ન્યુટ્રલ ઓઈલ જેમ કે કેનોલા અથવા ગ્રેપસીડ ઓઈલ

2 ચમચા ઝીણું સમારેલું લસણ

1 ચમચો સફેદ તલ

1 તજ

1 દગડફૂલ

1 તમાલપત્ર

1/2 નાની ચમચી મીઠું

1 નાની ચમચી બ્રાઉન શુગર

Chili Oil
Chili Oil

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક જાડા તળીયાવાળા સ્ટીલના વાસણમાં ચિલી ફ્લેક્સ , બારીક સમારેલું લસણ (Chili Flakes, Garlic), સફેદ તલ, મીઠું અને બ્રાઉન શુગર મિક્સ કરીને સારી રીતે મિક્સ કરી લો.

2. હવે એક નાના પૅનમાં તેલ ઉમેરીને મધ્યમથી લો ફ્લેમ પર ગરમ કરો. એમાં તજ, દગડફૂલ અને તમાલપત્ર નાખી દો. આ તેલને 10-15 મિનિટ ધીમા તાપે ગરમ થવા દો.

3. અહિં ધ્યાન રાખવું કે તેલ ગરમ તો થવું જોઇએ પણ ધુમાડો નીકળે એટલું નહિં! તેલ ગરમ થાય પછી એમાંથી ત્રણેય સામગ્રીને કાઢી દો.

4. અત્યંત સાવધાનીથી ગરમ તેલને ચિલી ફ્લેક્સ, લસણ અને સફેદ તલવાળા મિશ્રણની ઉપર રેડી દો. તેલ ઉમેરતાં જ મોટા અવાજ સાથે સિઝલિંગ અને પરપોટા થશે. એ જોઇને ગભરાવાની જરુર નથી. સાવધાની પૂર્વક એને ચમચીથી હલાવી લેવું જેથી તેલ અને ચિલી ફ્લેક્સનું મિશ્રણ એકરસ થઈ જાય.

5. ચિલી ઓઇલને પૂરી રીતે ઠંડુ થવા દો અને પછી એક સ્વચ્છ અને ડ્રાય કાચના જારમાં ભરીને એરટાઈટ સ્ટોર કરી લો. ગરમ-ગરમ સ્ટોર કરશો તો એ બગડી શકે છે.

આ બાબતનું ખાસ ધ્યાન રાખવું

ચિલી ઓઇલ બનાવતી વખતે તેલને ઘણું ગરમ ન કરવું. જો તેલમાં ધુમાડો થાય તો ચિલી ફ્લેક્સ અને લસણ બળી શકે છે. એનો ટેસ્ટ કડવો બની શકે છે. તેલ ઉમેરતી વખતે સાવધાની રાખવી કારણ કે, ગરમ તેલ ચિલી ફ્લેક્સના સંપર્કમાં આવીને ઝડપથી પરપોટા બનાવી શકે છે. આથી તમારા હાથ અને ચહેરાને થોડા દૂર રાખવા નહિં તો આંખમાં ચિલી ફ્લેક્સ ઉડવાની સંભાવના છે. આ ચિલી ઓઈલને તમે થાઈ, વિયેતનામી અને ચાઇનીઝ ફૂડ પર ઉમેરીને સર્વ કરી શકો છો.


આ પણ વાંચો: બજાર જેવો જ ટેસ્ટી ‘મિક્સ ફ્રૂટ જામ’ હવે ઘરે બનાવો, કેમિકલ વગર મિનિટોમાં થશે તૈયાર

આ પણ વાંચો :  જમવામાં સ્વાદ નથી આવતો? ટ્રાય કરો આ 3 ચટાકેદાર અને ઇન્સ્ટન્ટ અથાણાંની રેસીપી

આ પણ વાંચો: હવે ઘરે જ બનાવો બજાર જેવા ક્રિસ્પી ‘કુરકુરે મોમોઝ’, જાણી લો તેની સિક્રેટ અને સરળ રેસીપી