Not Set/ જાણો કેમ મનાવવામાં આવે છે વિશ્વ સૌંદર્ય દિવસ

વિશ્વ સૌંદર્ય દિવસ ઉજવવાનું મુખ્ય કારણ સૌંદર્ય અને સ્પા ઉપચારના ધોરણો સ્થાપિત કરવા અને જાળવવા તેમજ વિશ્વભરમાં સૌંદર્ય શાસ્ત્રને પ્રોત્સાહન…

Fashion & Beauty Lifestyle
વિશ્વ સૌંદર્ય દિવસ

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ સૌંદર્ય દિવસ 9 સપ્ટેમ્બર, 2021 ના ​​રોજ ઉજવવામાં આવી રહ્યો છે, જે સૌંદર્યપ્રેમીઓને સમર્પિત દિવસ છે. આ દિવસે, 9 સપ્ટેમ્બર 1995 ના રોજ, વર્લ્ડ એસ્થેટિક્સ એન્ડ કોસ્મેટોલોજી કમિટીના ઉપક્રમે, વિશ્વ સુંદરતા દિવસની ઉજવણી શરૂ થઈ. જણાવી દઈએ કે CIDESCO ની સ્થાપના 1946 માં બેલ્જિયમના બ્રસેલ્સમાં થઈ હતી, પરંતુ તેની વર્તમાન મુખ્ય કચેરી ઝુરિચ, સ્વિટ્ઝરલેન્ડમાં છે. તો ચાલો જાણીએ આ ખાસ દિવસે બ્યુટી હેક્સ વિશે જેના માટે કોઈ કિંમત ચૂકવવી પડશે નહીં.

આ પણ વાંચો :માત્ર સારવારમાં જ નહીં, ફિઝીયોથેરાપી દુઃખાવામાં પણ ખેલાડીઓને ફિટ રાખવામાં મદદરૂપ બને છે

વિશ્વ સૌંદર્ય દિવસ ઉજવવાનું મુખ્ય કારણ સૌંદર્ય અને સ્પા ઉપચારના ધોરણો સ્થાપિત કરવા અને જાળવવા તેમજ વિશ્વભરમાં સૌંદર્ય શાસ્ત્રને પ્રોત્સાહન આપવાનું છે.

આ પણ વાંચો :ઓશિકા વગર ઊંઘવાથી થાય છે અનેક લાભ, જાણી લો તમે પણ ..

  • જો તમે પૈસા ખર્ચ્યા વગર ચહેરાની ચમક જાળવી રાખવા માંગતા હો, તો ચોક્કસપણે ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ લો.All Posts
  • ચહેરા પરનો મેકઅપ ઉતારીને ચેહરો ધોઈને જ રાત્રે ઊંઘવું. ઊંઘતા પહેલા રાત્રે મોઇશ્ચરાઇઝર જરૂર લગાવો.
  • ક્રીમ લગાવવાનું ભૂલશો નહીં. જો કોઈ ક્રીમ નથી, તો તમે લીંબુ-મલાઈ મિક્સ કરીને પણ લગાવી શકો છો.
  • ચહેરા પર એલોવેરા જેલ લગાવો. તેનાથી ચહેરા પર જમા થયેલી ગંદકી દૂર થશે અને ચહેરો સાફ રહેશે.
  • અઠવાડિયામાં બે વાર ચણાના લોટની પેસ્ટ લગાવો. આ તમારા ચહેરા પર રહેલી ટેનિંગને સાફ કરશે.
  • રાત્રે સારી રીતે ચહેરો ધોયા બાદ ગુલાબજળ લગાવો. તમે તેણે નાળિયેર તેલ સાથે પણ લાવી શકો છે અથવા મસાજ કરી શકો.

નોંધનીય છે કે, વિશ્વ સુંદરતા દિવસ માત્ર બાહ્ય સૌંદર્યની ઉજવણી સાથે સાથે આંતરિક સૌંદર્યના મહત્વ પર પણ ભાર મૂકે છે. તાજેતરના વર્ષોમાં સુંદરતાના ક્ષેત્રમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. તેથી આ સ્ટાઈલિસ્ટ, બ્યુટિશિયન, ડિઝાઇનર્સ, ફિટનેસ ટ્રેનર્સ વગેરેને સમર્પિત કરતો દિવસ છે.

આ પણ વાંચો : વિજ્ઞાનના વિષયોની જેમ જ અર્થશાસ્ત્ર કારકિર્દી માટે બેસ્ટ છે

આ પણ વાંચો : ડેન્ગ્યુના કેસ થીબચવા માટે આ વસ્તુઓ નું સેવન કરો,જે શરીરને ફિટ રાખે છે