Not Set/ યુપીના કન્નૌજમાં શરુ થઇ પહેલી શરીયા અદાલત… યોગી સરકારે આપી કઠોર પ્રતિક્રિયા

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નો પ્રસ્તાવ પાસ થતા જ કન્નૌજમાં પહેલી શરીયા અદાલતની ઔપચારિક શરૂઆત થઇ ગઈ છે. શરીયા અદાલત ખુલવા પાર યોગી સરકારે આપત્તિ દર્શાવી છે. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ના ફેંસલા બાદ શરીયા અદાલતની શરૂઆત કન્નૌજમાં મદ્રેસા ઇસ્લામિયા બદરુલ ઉલુમ હાજીગંજમાં થઇ છે. જોકે, હજુ સુધી આ અદાલતમાં કોઈ મામલો પહોંચ્યો નથી. પરંતુ […]

Top Stories India
ShariaLawDPC SI 1 યુપીના કન્નૌજમાં શરુ થઇ પહેલી શરીયા અદાલત... યોગી સરકારે આપી કઠોર પ્રતિક્રિયા

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ નો પ્રસ્તાવ પાસ થતા જ કન્નૌજમાં પહેલી શરીયા અદાલતની ઔપચારિક શરૂઆત થઇ ગઈ છે. શરીયા અદાલત ખુલવા પાર યોગી સરકારે આપત્તિ દર્શાવી છે.

ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ ના ફેંસલા બાદ શરીયા અદાલતની શરૂઆત કન્નૌજમાં મદ્રેસા ઇસ્લામિયા બદરુલ ઉલુમ હાજીગંજમાં થઇ છે. જોકે, હજુ સુધી આ અદાલતમાં કોઈ મામલો પહોંચ્યો નથી. પરંતુ તમામ વિરોધ બાદ અદાલત ખોલી દેવામાં આવી છે.

53ba5c82c4fd6 e1531838649276 યુપીના કન્નૌજમાં શરુ થઇ પહેલી શરીયા અદાલત... યોગી સરકારે આપી કઠોર પ્રતિક્રિયા

જણાવી દઈએ કે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે ડિસેમ્બર સુધીમાં બીજી 5 શરીયા અદાલત ખોલવાની મંજૂરી આપી છે. કન્નૌજ બાદ સુરત, મુંબઈ, ટોંક અને લલિતપુરમાં શરીયા અદાલત ખોલવામાં આવશે.

કન્નૌજમાં શરીયા અદાલતની શરૂઆત થવાની સાથે જ યોગી સરકારે કઠોર પ્રતિક્રિયા આપી છે. યુપી સરકારના અલ્પસંખ્યક મામલાઓના રાજ્યમંત્રી મોહસીન રઝાએ સુપ્રીમ કોર્ટનો હવાલો આપતા કહ્યું કે આ ગેરકાનૂની છે અને કોઈ સમાંતર અદાલતને મજૂરી ના આપી શકાય.

uttar pradesh budget for 2018 19 225d45e0 15a1 11e8 a4d7 7f47b8de9439 e1531838671206 યુપીના કન્નૌજમાં શરુ થઇ પહેલી શરીયા અદાલત... યોગી સરકારે આપી કઠોર પ્રતિક્રિયા

બીજી તરફ ઓલ ઇન્ડિયા પર્સનલ લો બોર્ડ ના પ્રવક્તા ઝફરયાબ જિલાણીએ સાફ કહ્યું છે કે ભવિષ્યમાં બીજી કેટલીક શરીયા અદાલત ખોલવામાં આવશે. જિલાણીએ કહ્યું કે આ આપસના મુદ્દાઓ સુલઝાવવા માટે એક મંચ છે. જે હેઠળ લોકોના નાના-મોટા મામલાઓને સુલજાવવામાં આવશે.