Not Set/ IS મોડ્યુલ ઉભું કરવાની ફિરાકમાં હતો આતંકી જાફરઅલી, ગુજરાતમાં હુમલાની હતી મંછા

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા પંચવટી સર્કલ પાસેનાં એક મકાનમાંથી ISના આંતકી જાફરઅલીને એટીએસએની ટીમે ઝડપી પાડ્યો હતો.  ATS દ્વારા આતંકી જાફરઅલીને વડોદરાથી ગુરુવારે રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આતંકી ઝફર અલીને શુક્રવારે અમદાવાદની મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરાયો હતો. દિલ્હી પોલીસ દ્વારા આતંકીનાં 2 દિવસના ટ્રાંઝિટ રિમાંડ માંગવામાં આવ્યા હતા, જે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. […]

Ahmedabad Gujarat
terrorist.JPG2 1 IS મોડ્યુલ ઉભું કરવાની ફિરાકમાં હતો આતંકી જાફરઅલી, ગુજરાતમાં હુમલાની હતી મંછા

વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા પંચવટી સર્કલ પાસેનાં એક મકાનમાંથી ISના આંતકી જાફરઅલીને એટીએસએની ટીમે ઝડપી પાડ્યો હતો.  ATS દ્વારા આતંકી જાફરઅલીને વડોદરાથી ગુરુવારે રાત્રે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. આતંકી ઝફર અલીને શુક્રવારે અમદાવાદની મિર્ઝાપુર કોર્ટમાં રજૂ કરાયો હતો. દિલ્હી પોલીસ દ્વારા આતંકીનાં 2 દિવસના ટ્રાંઝિટ રિમાંડ માંગવામાં આવ્યા હતા, જે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા. હવે 12 જાન્યુઆરીએ આતંકી જાફરઅલીને પટિયાલા કોર્ટમાં રજૂ કરાશે. દિલ્હી પોલીસ આતંકીને પટિયાલા કોર્ટમાં રજૂ કરશે.

વડોદરામાં આઇએસનો બેઝ ઊભો કરી રાજ્યમાં હુમલાની યોજનાનું પ્લાનિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં સામે આવી રહ્યો છે. આ આતંકી કનેક્શનને પગલે ભરૂચ-જંબુસરમાં સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી છે. જ્યારે
જંબુસરમાંથી પકડાયેલા બે શખ્સોની એટીએસે સઘન પૂછપરછ શરૂ કરી હતી.

દરમિયાન ગુજરાત ATS દ્વારા  પકડવામાં આવેલા આતંકી જાફરઅલી મામલે ATS દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો હતો. આતંકી ગુજરાતમાં હિન્દુ નેતાને ટાર્ગેટ બનાવવાની ફિરાકમાં હતો. ગુજરાત ATSએ મોડી રાત્રે ભરૂચના જબુંસરમાં 2 યુવકો અને વડોદરાનાં 3 યુવકો મળીને 5 યુવકોની આ મામલે પૂછપરછ કરી હતી. જાફરઅલી ગુજરાતમાં આતંકી હુમલાનું ષડ્યંત્ર રચ્યું હતું.  વડોદરામાં સ્લીપર સેલ સક્રિય હોવાનો ખુલાસો તપાસમાં સામે આવી રહ્યો છે. જાફરઅલીએ વડોદરામાં ISનું મોડ્યુલ ત્યાર કર્યું હતું.  વડોદરા-ભરૂચના યુવાનોનું બ્રેન વોશ કરવાનું કામ જાફર દ્વારા કરવામાં આવ્યું હતું.

વડોદરામાં આઇએસનો બેઝ ઊભો કરી રાજ્યમાં હુમલાની યોજનાનું પ્લાનિંગ કરાયું હોવાનો ઘટસ્ફોટ એટીએસની તપાસમાં સામે આવી રહ્યો છે. આ આતંકી કનેક્શનને પગલે ભરૂચ-જંબુસરમાં સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.