CNG price hike/ ગુજરાત ગેસ બાદ અદાણીએ પણ CNGના ભાવમાં કર્યો આટલો વધારો,જાણો

ગુજરાત સહિત ભારતમાં મોંઘવારીએ માઝા મૂકી છે, એક બાજુ વૈશ્વિક ક્રૂડના ભાવ પ્રતિ બેરલમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે તે છંતા પણ કોઇપણ રાહત નાગરિકોને ઇંધણમાં મળી રહી નથી

Top Stories Gujarat
CNG price hike
  • અમદાવાદ: નવા વર્ષના પ્રારંભે જ મોંઘવારીનો ડામ
  • ગુજરાત ગેસ બાદ અદાણીએ CNG ગેસના ભાવમાં વધારો
  • CNGના ભાવમાં કિલો દીઠ રૂ.1નો કર્યો વધારો
  • અદાણી CNGનો ભાવ રૂ.79.34થી વધીને રૂ.80.34 થયો

CNG price hike:   ગુજરાત સહિત ભારતમાં મોંઘવારીએ માઝા મૂકી છે, એક બાજુ વૈશ્વિક ક્રૂડના ભાવ પ્રતિ બેરલમાં ધરખમ ઘટાડો થઇ રહ્યો છે તે છંતા પણ કોઇપણ રાહત નાગરિકોને ઇંધણમાં  મળી રહી નથી,ભાવ ઘટવાને બદલે વધી રહ્યા છે. આજે અમદાવાદથી ગેસ સંબધિત મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ગેસ બાદ આજે અદાણીએ પણ સીએનજીના ગેસમાં વધારો કર્યો છે. સીએનજીમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અદાણીએ તેના ભાવમાં 79.34થી વધારીને રૂપિયા 80.34 કર્યો છે.

ઉલ્લેખનીય છે કે સીએનજીના ભાવ વધારા (CNG price hike) થતા હવે રીક્ષા ચાલકો ભારે મુશ્કેલીમાં મુકાઇ જશે,સતત સીએનજીમાં ભાવ ધારો થતો રહે છે, એક સમયે 52 રૂપિયે પ્રતિ કિલો દીઠ સીએનજી મળતો હતો તે આજે 80 રૂપિયાને પાર થઇ ગયું છે. સીએનજીના ભાવ વધતા રીક્ષા ભાડું પણ વધવાની પુરેપુરી શક્યતા રહેલી છે. ગરીબ અને મધ્યમવર્ગ લોકોને  મોઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે. આવક સ્થિર છે અને મોંઘવારીમાં સતત વધારો થઇ રહ્યાે છે, સરકાર ગેસ કંપનીઓ પર લગામ લગાવવામાં સરેઆમ નિષ્ફળ નીવડી રહિ છે.

વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં સતત ઘટાડો થઇ રહ્યો હોવ છંતા પણ આ લાભ પ્રજાને મળી રહ્યો નથી પરતું સતત ભાવમાં વધારો થઇ રહ્યો છે.સૈાથી વધારે અસર હાલ સીએનજીના ભાવ વધતા રીક્ષાચાલકો ને થશે.આવનાર દિવસોમાં હડતાળ પણ પાડિ શકે છે.

girl murdered in Rajkot/રાજકોટમાં સાવકા પિતાએ જ અઢી વર્ષની માસુમ દિકરીની કરી હત્યા,પોલીસ સામે કરી કબુલાત