વડોદરાઃ ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ GETCOની વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી રદ થતાં ઉમેદવારોમાં આક્રોશ ચરમસીમે પહોંચતા તેણે નવી તારીખ તાત્કાલિક અસરથી જાહેર કરવી પડી છે. નવી તારીખ મુજબ 28 અને 29 ડિસેમ્બરે પોલ ટેસ્ટ લેવાશે અને છ જગ્યાઓ પર પોલ ક્લાઇમ્બિંગ ટેસ્ટ લેવાશે. તેના પછી સાતમી તારીખે લેખિત પરીક્ષા લેવાશે. GETCOના જીએમ અને એચઆરની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવી છે.
1,224 જગ્યા માટે ઇલેક્ટ્રિકલ આસિસ્ટની ભરતી ઝોન કક્ષાએ યોજવામાં આવનાર હતી. આ માટેના પોલ ટેસ્ટમાં ભૂલ હોવાનું તપાસમાં આવ્યા બાદ ભરતી રદ કરવામાં આવી હતી. આના પગલે વડોદરામાં મોટી સંખ્યામાં ઉમેદવારો GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા છે. આ સાથે અગાઉ મેરિટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ પણ GETCOની ઓફિસ બહાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ વ્યક્ત કર્યો હતો.
આ તરફ ઉમેદવારો વડોદરામાં GETCOની ઓફિસની બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. યુવરાજસિંહ જાડેજા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. મળતી માહિતી મુજબ યુવરાજસિંહ સહિત પાંચ ઉમેદવારોને રજૂઆત કરવા માટે GETCOના કેમ્પસમાં પ્રવેશ અપાયો હતો. તેઓ રજૂઆત કરી બહાર આવ્યા છે અને વિદ્યાર્થીઓ GETCOની ઓફિસ બહાર ધરણા પર બેઠેલા છે.
યુવરાજસિંહે જણાવ્યું હતું કે અમે હાલમાં તો સરકારને આવેદન અને નિવેદન આપ્યુ છે. અમારી માંગીએ નહીં સ્વીકારાય તો ચોક્કસપણે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જઇશું. અમારી માંગ નહીં સ્વીકારાય તો ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવો કરવો પડે તો અમે હજાર વિદ્યાર્થો ભેગા થઈને કનુભાઈ દેસાઈના ઘરનો ઘેરાવી કરીશું. અધિકારીઓની સૂચના મુજબ જ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. વિદ્યાર્થીની કોઈ ભૂલ છે જ નહી, અધિકારીઓની ભૂલનો ભોગ વિદ્યાર્થીઓ શા માટે બને. કાર્યવાહી અધિકારીઓ સામે થવી જોઈએ.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ