Not Set/ કુવૈતના આ સિંગરે મહાત્મા ગાંધીજીનું મનપસંદ ભજન સંભળાવીને જીતું લીધું વિદેશમંત્રીનું દિલ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું દિલ કુવૈતના સિંગરે જીતી લીધું છે. હાલ ભારતના વિદેશમંત્રી કતાર યાત્રા પર પોતાના બે દિવસીય પ્રવાસે છે. અહી તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસીય પ્રવાસ દરમ્યાન તેઓ કેટલાક ભારતીય સમુદાયના લોકોને મળવા માટે ગયા હતા જ્યાં એક કુવૈતના સિંગરે ભજન સંભળાવીને ઉપસ્થિત તમામ લોકોનું દિલ જીતી લીધું હતું. #WATCH: […]

Top Stories India World Trending
42291 kcwrzldppa 1486021614 કુવૈતના આ સિંગરે મહાત્મા ગાંધીજીનું મનપસંદ ભજન સંભળાવીને જીતું લીધું વિદેશમંત્રીનું દિલ

વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું દિલ કુવૈતના સિંગરે જીતી લીધું છે. હાલ ભારતના વિદેશમંત્રી કતાર યાત્રા પર પોતાના બે દિવસીય પ્રવાસે છે. અહી તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. બે દિવસીય પ્રવાસ દરમ્યાન તેઓ કેટલાક ભારતીય સમુદાયના લોકોને મળવા માટે ગયા હતા જ્યાં એક કુવૈતના સિંગરે ભજન સંભળાવીને ઉપસ્થિત તમામ લોકોનું દિલ જીતી લીધું હતું.

આ સિંગરનું નામ અલ રાશીદ છે. તેમણે આ કાર્યક્રમ દરમ્યાન મહાત્મા ગાંધીજીનું મનપસંદ ભજન ‘ વૈષ્ણવજન તો..’ સંભળાવ્યું હતું. ભારતના વિદેશમંત્રીને તે એટલું બધું ગમી ગયું હતું કે તેમણે પોતાની બેઠક પરથી ઉઠા થઈને તેમના વખાણ કર્યા હતા.

તમને જણાવી દઈએ કે મંગળવારે કુવૈતમાં સુષ્મા સ્વરાજનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓ પોતાની આ પ્રથમ યાત્રામાં દ્વિપક્ષીય બેઠક કરશે.

તમને જણાવી દઈએ કે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પ્રખ્યાત ગીત ‘ વૈષ્ણવજન જન તો....’ ઘણા અવાજોમાં અને ઘણા દેશોમાં સાંભળ્યું હશે. સાઉદી અરેબિયાના પ્રસિદ્ધ સિંગર યાસિર હબીબે આ ભજનન એ પોતાના અવાજમાં રેકોર્ડ કરીને ગાંધીજીને યાદ કર્યા હતા. માત્ર ભારત દેશમાં  જ નહિ પરંતુ દુનિયાભરમાં મહાત્મા ગાંધીજીને લોકોએ ૧૫૦મી જન્મજયંતી પર યાદ કર્યા હતા.

વ્યવસાયે બેંકમાં જોબ કરતા સિંગર યાસિર હબીબે ગાંધીજીના આ ભજનને વાચા આપીને પ્રેમ, શાંતિ અને સદભાવનો સંદેશ આપ્યો છે.

૨ ઓક્ટોમ્બરના રોજ દેશભરમાં અનેક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

‘ વૈષ્ણવજન જન તો….’ભજન ૧૫મી સદીમાં નરસિહ મહેતાએ લખ્યું હતું. આ ભજનને ગુજરાતી ભાષામાં જ લખવામાં આવ્યું હતું. મહાત્મા ગાંધીજીનું આ પ્રિય ભજન હતું. ગાંધીજીની તમામ બેઠકોમાં આ ભજન ગાવામાં આવતું હતું.