- G-20 સમિટ માટે આયોજનની તૈયારી
- યુનિવર્સિટીમાં નોડલ ઓફિસર નિમાયા
- વિવિધ પ્રવૃત્તિ માટે નોડલ ઓફિસરની વરણી
- સ્ટેટ લેવલે ત્રણ અધિકારીની નિમણૂક
- ઉચ્ચ શિક્ષણ કમિશ્નર, ટેકનો.શિક્ષણ કમિશ્નર
- કેસીજીના એડવાઈઝરની વરણી કરાઈ
G-20 in Gujarat: ભારતે G-20ની અધ્યક્ષતા મળી છે તે મોટી વાત છે. વિશ્વમાં ભારતની (INDIA) છબી ઝડપથી વિક્સિત થતા દેશની છે. જી-20ની અધ્યક્ષતા મળતાની સાથે જે પ્રશાસન કામે લાગી ગયું છે. ગુજરાતમાં પણ G-20 સમિટનું આયોજન કરવામાં આવ્યું છે જેના લીધે રાજ્ય સરકાર હાલ તડામાર તૈયારીના કામે લીગી ગઇ છે. યુનિવર્સિટીમાં નોડલ ઓફિસરની નિમણૂક કરવામાં આવી છે. વિવિધ પ્રવૃતિ માટે નોડલ ઓફિસરની વહીવટી તંત્ર દ્વારા નિમણૂક કરવામાં આવી છે. રાજયમાં ત્રણ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. આ અંતર્ગત ઉચ્ચ શિક્ષણ કમિશનર,ટેકનોલોજી શિક્ષણ કમિશનર અને કેસીજીના એડવાઇઝરની નિમણકની વરણી કરાઇ છે.
નોંધનીય છે કે ગુજરાત (G-20 in Gujarat) શ્રેણીબદ્ધ ચર્ચાઓ, વિચાર-વિમર્શ અને બેઠકોના આયોજન સાથે આ ઐતિહાસિક ઘટનામાં પોતાની ભૂમિકા ભજવવા માટે સજ્જ છે. ગુજરાતમાં યોજાનારી 15 બેઠકોમાંથી પ્રથમ બેઠક બિઝનેસ 20 ઇન્સેપ્શન મીટિંગ છે, જે ગાંધીનગરમાં 22થી 24 જાન્યુઆરી 2023 દરમિયાન યોજાશે.
ભારત આ વખતે G-20 સમિટનું યજમાન (G-20 in Gujarat) બન્યુ છે, ત્યારે આગામી વર્ષ 2023માં ગુજરાતના આંગણે G-20 સમીટ અંતર્ગત 15 બેઠકો યોજાશે. સમગ્ર ભારતમાં G-20 અંતર્ગત કુલ 200 બેઠકો યોજાનાર છે. જેમાંથી 15 બેઠકો ગુજરાતમાં યોજાશે. જેમાં, અમદાવાદ, ગાંધીનગર, સુરત, એકતાનગર અને ધોરડો કચ્છ જેવા સ્થળો પર આ બેઠકો યોજાશે. જણાવી દઈએ કે, આ એક બેઠક અંદાજિત ત્રણ દિવસીય રહેશે. જાન્યુઆરી મહિનાથી લઇને ઓગસ્ટ સુધી G-20 બેઠકો ચાલશે. ગુજકાતના અલગ અલગ શહેરમાં દર મહિને G-20ને લગતા અલગ અલગ આયોજનો કરવામાં આવશે. G-20 બેઠક અંતર્ગત દેશ વિદેશના મોટા નેતાઓ સહિતના દિગ્ગજો ગુજરાતના મહેમાન બનશે. આ સમિટમાં વાઇબ્રન્ટ ગુજરાતની જેમ જ ભવ્ય આયોજન કરવામાં આવશે.
