રાજકોટ/ પુલ પર ચાલવું યુવકોને પડ્યું ભારે, ટ્રેન આવી જતા એકનું મોત

કારખાનામાં મજૂરી કરતા બે શ્રમિક રાત પાળી કરી વહેલી સવારે પોતાના ઘર તરફ જતા હતા. બન્ને ભાદર નદીના રેલવે ટ્રેક વાળા પુલ પર ચાલીને જતા હતા ત્યારે જ સામેથી ટ્રેન આવતી જોવા મળેલી.

Gujarat Rajkot
YouTube Thumbnail 2023 12 21T143819.237 પુલ પર ચાલવું યુવકોને પડ્યું ભારે, ટ્રેન આવી જતા એકનું મોત
  • રાજકોટ: જેતપુરમાં પુલ પરથી બે લોકો પટકાયા
  • બે વ્યક્તિ નીચે પટકાયા એકનુ મોત એક ઈજાગ્રસ્ત
  • પરપ્રાતીય બે વ્યક્તિ પુલ નીચે પટકાયા

Rajkot News: જેતપુરમાં પુલ પર ચાલીને જતી વખતે ટ્રેન આવી જતા બે મજૂરોએ કૂદકો લગાવ્યો હતો. જેમાં એકનું મોત થયું છે. જ્યારે બીજા શ્રમિકને ગંભીર ઇજા થતાં જૂનાગઢ સારવારમાં ખસેડાયો હતો. વહેલી સવારની આ ઘટના છે. હાલ જેતપુર ઉદ્યોગનગર પોલીસની ટીમ દોડી ગઈ હતી. અહીં સાડી પ્રિન્ટિંગના કોઈ કારખાનામાં મજૂરી કરતા બે શ્રમિક રાત પાળી કરી વહેલી સવારે પોતાના ઘર તરફ જતા હતા. બન્ને ભાદર નદીના રેલવે ટ્રેક વાળા પુલ પર ચાલીને જતા હતા ત્યારે જ સામેથી ટ્રેન આવતી જોવા મળેલી.

શહેરના ભાદરના પુલ પરથી આજ રોજ વહેલી સવારે પાત્રીસથી ચાલીસ વર્ષની ઉંમરના બે યુવાનો રેલવે ટ્રેક પાસેથી પસાર થતા હોય દરમ્‍યાન ટ્રેઇન આવી જતા બન્ને યુવાનોએ પોતાનો જીવ બચાવવા પુલ ઉપરની  નીચે કુદતા એક યુવાનનું મોત નિપજેલ જયારે અન્‍ય યુવાનને ગંભીર ઇજા હોય બેભાન હાલતમાં સારવાર અર્થે જુનાગઢ રીફર કરાયો છે.

મૃતક યુવાનના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્‍પીટલે ખસેડી તેની ઓળખ માટે રાખવામાં આવેલ છે. બનાવની જાણ થતાં ઉદ્યોનગર પોલીસની ટીમ દોડી ગઈ છે. ઇજાગ્રસ્તનું નિવેદન લેવા તજવીજ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી

આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ

આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી

આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી