- અમદાવાદમાં કોરોનાના વધુ 6 કેસ નોંધાયા
- નવરંગપુરા, સરખેજ, નારણપુરામાં નવા કેસ આવ્યા સામે
- શહેરમાં એક્ટિવ કેસની સંખ્યા 13 પર પહોંચી
- ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ સંક્રમિત
Ahmedabad News: ગુજરાતમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થવા લાગ્યો છે. આજે ફરી અમદાવાદમાં નવા છ કોરોનાના કેસ નોંધ્ય છે. નવા છ કેસ નોંધાતા કોલ કેસની સંખ્યા 13 થઇ ગઈ છે. કેસની સંખ્યામાં વધારો થતા લોકોમાં ભયનો મહાલો ફેલાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.નવરંગપુરા, સરખેજ, નારણપુરામાં નવા કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ મહિલા અને ત્રણ પુરુષનો સમાવેશ થાય છે.
અગાઉ અમદાવાદમાં કોરોનાના હાલ 7 પોઝિટિવ કેસ છે. 15 વર્ષ થી 60 વર્ષના દર્દીઓ હાલ કોવિડ પોઝિટિવ છે. 7 માંથી 5 વિદેશ પ્રવાસ કરીને પરત આવેલા દર્દીઓ છે. 3 પુરુષ, 4 મહિલા કોવિડ પોઝિટિવ છે. નોંધનીય છે કે તમામ દર્દીઓ પશ્ચિમ અમદાવાદ રહેવાસી છે. હાલ તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તમામના જીનોમ સિક્વસન્સ માટે સેમ્પલ મોકલવામાં આવ્યા છે.
ગાંધીનગરમાં અગાઉ 2 મહિલા કોરોના પોઝિટિવ હોવાનું નોંધાયું હતું. ત્યારબાદ વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. દક્ષિણ ભારતના પ્રવાસથી પરત આવેલ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોન્ટેક્ટ ટ્રેસિંગની પ્રક્રિયા બાદ આ વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અગાઉ નોંધાયેલા બે કેસમાં બંને મહિલાઓ પણ દક્ષિણ ભારતનો પ્રવાસ કરીને આવી હતી. આ બંને મહિલા સેક્ટર-6ની રહેવાસી હોવાનું સામે આવ્યું હતું. બંનેએ વેક્સિનના બે ડોઝ પણ લીધા હતા.
આ પણ વાંચો:ન્યૂડ કોલથી ડરશો નહીં … પોલીસ સ્ટેશન સુધી પહોંચો, ત્યાંના મદદ મળેતો મને કોલ કરો: ગૃહ રાજ્યમંત્રી
આ પણ વાંચો:અધિકારીઓના વાહનની જાસૂસી કાંડ અંગે 18 ઈસમો વિરુદ્ધ નામજોગ પોલીસ ફરિયાદ
આ પણ વાંચો:ગુજરાતમાં SGST વિભાગનો સપાટો, 67 પેઢીઓ પર ચકાસણીની કાર્યવાહી હાથ ધરી
આ પણ વાંચો:અમદાવાદમાં પતિએ બંધક બનાવેલી મહિલાને અભયમ ટીમે બચાવી