મુંબઇ
જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાને અંધેરી વેસ્ટ ઓશિવારામાં તેની ઓફીસ પાસે ગેરકાયદેસર બાંધકામ કરવા માટે બોમ્બે કોર્પોરેશને નોટિસ ફટકારી છે.
બીએમસીનું કહેવું છે કે પ્રિયંકાએ કરેલા ગેરકાયદેસર બાંધકામ અંગે આજુબાજુના લોકો તરફથી પાંચ જેટલી ફરિયાદો મળી છે. તેઓ કહે છે કે અભિનેત્રીના કોમર્શિયલ કૉમ્પ્લેક્સિયલમાં જે સ્પા છે તેને ગેરકાયદેસર રૂપથી કન્સ્ટ્રકશન કરવામાં આવી રહ્યું છે. ફરિયાદ મળ્યા બાદ જ્યારે બીએમસીએ તેની તપાસ કરી, તો તે ફરિયાદો સાચી હતી.
બીએમસીએ પ્રિયંકા ચોપરાની ઓફિસ જે બિલ્ડીંગમાં આવેલી છે તે પ્રિસિંક્ટ બિલ્ડિંગમાં ગેરકાયદેસર બાંધકામ થયું એ પછી તેને બે અલગ અલગ નોટિસ આપવામાં આવી છે.
બીજી બાજુ, હાલ પ્રિયંકા ચોપરા તેમના અમેરિકન બોયફ્રેન્ડ નિક જોનાસ સાથેના રીલેશનને લઈને ચર્ચામાં રહી છે. નિક જોનાસ તાજેતરમાં ભારત આવ્યા હતા. તેઓ અભિનેત્રી અને પરિવારના સભ્યોને મળ્યા હતા. બંને આકાશ અંબાણીની પાર્ટીમાં જોવામાં મળ્યાં હતા.
આપને જણાવી દઈએ કે પ્રિયંકા 10 વર્ષના નિક કરતાં મોટી છે. આ વર્ષે તે નિક જોનાસ સાથે સગાઇ કરી શકે છે. સગાઇ જુલાઈ અથવા ઓગસ્ટમાં થઈ શકે છે