નિધન/ ઓસ્કર વિજેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91 વર્ષની વયે થયું નિધન

ક્રિસ્ટોફર પ્લમરના જુના મિત્ર અને મેનેજર લો પિટે જણાવ્યું કે, પ્લમરના જીવનની અંતિમ ક્ષણોમાં, તેમની 51 વર્ષીય પત્ની એલન ટેલર તેમની સાથે હાજર હતા. પિટ મુજબ, ‘ક્રિસ્ટોફર એક અસાધારણ માણસ હતા જેમણે તેમના વ્યવસાયને ખૂબ પસંદ અને સમ્માન આપતા હતા’.  

Entertainment
a 54 ઓસ્કર વિજેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91 વર્ષની વયે થયું નિધન

જાણીતા કેનેડિયન અભિનેતા ક્રિસ્ટોફર પ્લમરનું 91 વર્ષની વયે અવસાન થયું છે. ક્રિસ્ટોફર પ્લમરના મોત કનેક્ટિકટમાં સ્થિત તેમના ઘરે થયું હતું. પ્લમરને એક ઓસ્કર એવોર્ડ, બે ટોની એવોર્ડ અને બે એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. પ્લનરે સિનેમાના ઇતિહાસની શ્રેષ્ઠ મ્યુઝિકલ ફિલ્મ ‘ધ સાઉન્ડ ઓફ મ્યુઝિક’માં કામ કર્યું છે.

એક ઑસ્કર એવૉર્ડ, બે ટોની અવૉર્ડ અને બે એમી અવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલા ક્રિસ્ટોફર પ્લમરના તેમની ફિલ્મ ધ સાઉન્ડ ઑફ મ્યૂઝિક માટે ઘણાં વખાણ થયા. ફિલ્મ જગતમાં બેસ્ટ મ્યૂઝિકલ ફિલ્મ માનવામાં આવતી આ ફિલ્મમાં ક્રિસ્ટોફરે કેપ્ટન વૉન ટ્રેપનું પાત્ર ભજવ્યું હતું. આ સિવાય ક્રિસ્ટોફરે 2012માં ફિલ્મ બિગનરર્સ માટે અભિનેતાને 82 વર્ષની વયે સપોર્ટિંગ એક્ટરમાં ઑસ્કર એવૉર્ડ મળ્યો હતો. તે ફિલ્મમાં ક્રિસ્ટોફરે એક એવા ગે વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું જેણે પોતે અનેક વર્ષો પછી આ હકીકત ખબર પડે છે. તે સમયે તે એકેડમી અવૉર્ડ મેળવનાર સૌથી વયસ્ક અભિનેતા હતા.

આ પણ વાંચો : સુશાંત સિંહ રાજપૂત ડ્રગ કેસમાં NCBની મોટી કાર્યવાહી, વધુ 2 આરોપીની ધરપકડ

ક્રિસ્ટોફર પ્લમરના જુના મિત્ર અને મેનેજર લો પિટે જણાવ્યું કે, પ્લમરના જીવનની અંતિમ ક્ષણોમાં, તેમની 51 વર્ષીય પત્ની એલન ટેલર તેમની સાથે હાજર હતા. પિટ મુજબ, ‘ક્રિસ્ટોફર એક અસાધારણ માણસ હતા જેમણે તેમના વ્યવસાયને ખૂબ પસંદ અને સમ્માન આપતા હતા’.

આ પણ વાંચો : શહનાઝ ગિલે કાશ્મીરી ડ્રેસમાં કરાવ્યું ફોટોશૂટ, Look જોઈ ચાહકો થયા દીવાના

ક્રિસ્ટોફર પ્લમરને હજી પણ તેમની ફિલ્મ ધ સાઉન્ડ ઓફ મ્યુઝિકમાં કેપ્ટન જ્યોર્જ વોન ટ્રેપ તરીકે પસંદ કરવામાં આવે છે. ક્રિસ્ટોફે તેની 70 વર્ષની કારકિર્દીમાં હોલીવુડ ફિલ્મ જગતમાં ઘણા અભિનય કર્યા. જેમાં તેને વર્ષ 2012 માં ફિલ્મ ‘Beginners’ માટે બેસ્ટ એક્ટરનો ઓસ્કાર આપવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : કંગના રનૌતે ટ્વિટરને ચીનની કઠપૂતળી ગણાવતા આપી આવી ધમકી

આપને જણાવી દઈએ કે, તેમણે આ એવોર્ડ 82 વર્ષની ઉંમરે જીત્યો હતો. ફિલ્મ ‘Beginners’ માં તેમણે એક પાત્ર ભજવ્યું હતું જે ઘણા વર્ષો પછી માને છે કે તે ગે છે. આ સિવાય તેમણે શેક્સપિયર દ્વારા લખાયેલા ઘણા પાત્રોને પડદા પર મુક્યા છે. તે જ સમયે, ટોલ્સટોયના ધ લાસ્ટ સ્ટેશનમાં ભજવેલા તેમના પાત્રથી બધાને આકર્ષ્યા હતા.

આમ તો ક્રિસ્ટોફરને વધુ એક કામ માટે હંમેશાં યાદ રાખવામાં આવશે. તેમણે પોતાના જબરજસ્ત કરિઅરમાં લેખક શેક્સપિયરના પણ અનેક પાત્રોને મોટા પડદે જીવંત કર્યા હતા. જે અંદાજમાં તે પાત્રોને તેઓ ભજવતા હતા, તે કારણે તેમણે બધાંનાં હ્રદયમાં એક જૂદું સ્થાન મેળવ્યું હતું. હવે જ્યારે તે આ વિશ્વમાં નથી રહ્યા દરેક વ્યક્તિ તેમની ખોટ અનુભવવાની છે. કારણકે આ એવું નુકસાન છે જે કોઇપણ કિંમતે ભરી શકાય તેમ નથી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ