Not Set/ વિવાદાસ્પદ પદ્માવતી આખરે રીલીઝ થશે 5 મોટા ફેરફારો સાથે

પદ્માવતી ફિલ્મ ૨૦૧૭માં સૌથી વધારે વિવાદોમાં રહી છે, ફિલ્મ પહેલાં 1 ડીસેમ્બરના રોજ રીલીઝ થવાની હતી. પણ રાજપૂત સમાજના ભારે વિરોધ પછી ફિલ્મની રીલીઝ તારીખ પાછી ખેંચી લેવામાં આવી હતી. આ ફિલ્મને 22 જાન્યુઆરીનાં રોજ રીલીઝ કરવાની વાતો ચાલતી હતી. હવે આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલીઝ થવાની છે. U/A સર્ટીફીકેટ સાથે ફિલ્મમાં બદલાવ કરવામાં આવ્યાં […]

Entertainment

પદ્માવતી ફિલ્મ ૨૦૧૭માં સૌથી વધારે વિવાદોમાં રહી છે, ફિલ્મ પહેલાં 1 ડીસેમ્બરના રોજ રીલીઝ થવાની હતી. પણ રાજપૂત સમાજના ભારે વિરોધ પછી ફિલ્મની રીલીઝ તારીખ પાછી ખેંચી લેવામાં આવી હતી.

આ ફિલ્મને 22 જાન્યુઆરીનાં રોજ રીલીઝ કરવાની વાતો ચાલતી હતી. હવે આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રીલીઝ થવાની છે. U/A સર્ટીફીકેટ સાથે ફિલ્મમાં બદલાવ કરવામાં આવ્યાં છે. તેવી વાત કહેવામાં આવી રહી છે.

ફિલ્મ શરુ કરતાં પહેલા એક જાહેરાત કરવામાં આવશે કે, ફિલ્મ ઇતિહાસ તથ્યો પર આધારિત છે તેવો દાવો કરતાં નથી.

ફિલ્મનું નામ પણ બદલવામાં આવ્યું છે. ફિલ્મ ‘પદ્માવતી’ બદલે ‘પદ્માવત’ કરવામાં આવશે.

ફિલ્મનું ખુબ ફેમસ ગીત ઘૂમર માં પણ ફેરબદલ કરવામાં આવશે.

ફિલ્માં બતાવવામાં આવેલાં ઈતિહાસિક સ્થળોમાં બદલાવ કરવામાં આવશે.

ફિલ્મમાં પાંચ બદલાવ કરીને તેમાં એક જાહેરાત કરવાનું પણ કહ્યું હતું. આ ફિલ્મ કોઈ સતી પ્રથાને સમર્થન કરવામાં આવતું નથી.