Not Set/ પોતાના જ બોડીગાર્ડને સલમાને જાહેરમાં તમાચો ઝીકી દીધો, Video

મુંબઇ, સલમાન ખાનની ફિલ્મ ભારત બુધવારે રિલીઝ થઈ હતી. મંગળવારે ભારત ફિલ્મનો ખાસ પ્રિમીયર ગોઠવવામાં આવ્યો હતો. બોલીવુડના મોટા સ્ટાર્સ પ્રિમીયર પર પહોંચ્યા હતા પરંતુ તે સમયે કંઈક એવુ થયું કે સલમાન ખાનનો ગુસ્સો આસમાન પર પહોંચ્યો. ગુસ્સામાં લાલ સલમાને તેના બોડીગાર્ડને અનેક લોકોની હાજરીમાં જોરદાર થપ્પડ મારી દીધી હતી.સલમાન બોડીગાર્ડને તમાચો મારે છે તેનો […]

Entertainment Videos

મુંબઇ,

સલમાન ખાનની ફિલ્મ ભારત બુધવારે રિલીઝ થઈ હતી. મંગળવારે ભારત ફિલ્મનો ખાસ પ્રિમીયર ગોઠવવામાં આવ્યો હતો. બોલીવુડના મોટા સ્ટાર્સ પ્રિમીયર પર પહોંચ્યા હતા પરંતુ તે સમયે કંઈક એવુ થયું કે સલમાન ખાનનો ગુસ્સો આસમાન પર પહોંચ્યો. ગુસ્સામાં લાલ સલમાને તેના બોડીગાર્ડને અનેક લોકોની હાજરીમાં જોરદાર થપ્પડ મારી દીધી હતી.સલમાન બોડીગાર્ડને તમાચો મારે છે તેનો વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં એક વિડિઓ વાઇરલ થઇ રહ્યો છે જેમાં સલમાન ખાન પ્રિમીયર સમાપ્ત થયા પછી બહાર આવતો નજરે ચડે છે. તે દરમિયાન બોડીગાર્ડ સલમાન ખાનને સુરક્ષિત બહાર કાઢવા માટે લોકોને ધક્કા મારી દુર કરે છે. સલમાનની આજુબાજુની ભીડમાં ઘણા બાળકો હાજર હતા. બૉડીગાર્ડને લીધે બા ળકોને હેરાન થતા જોઈને સલમાન ખાનને ગુસ્સો આવ્યો હતો.

સલમાનની એક ઝલક જોવા માટે આતુર થયેલા તેના ચાહકોમાં નાના બાળકો પણ હતા.એવું કહેવામાં આવી રહ્યું છે કે બોડીગાર્ડે એક બાળકીને હડસેલો મારતા સલમાન તેના પર ચિડાયો હતો અને તેને લાફો ઝીકયો હતો.

બોડીગાર્ડને લાફો મારતા સલમાનનો વિડીયો જોઇને સોશિયલ મીડિયામાં હજારો લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી.કેટલાકે આને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યો હતો.