Not Set/ જૂના જનસંઘી અને ભાજપના પીઢ નેતા નારસીભાઈ પઢિયારનું નિધન

જૂનાગઢ: જૂના જનસંઘી અને ભાજપના પાયાના પથ્થર સમાન એવા જૂનાગઢના ભાજપના દિગ્ગજ નારસીભાઈ પઢિયારનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ 87 વર્ષની ઉંમરે આજે વહેલી સવારે તેમનું અવસાન થયું હતું. નારસીભાઈ પઢિયાર કટોકટી વખતે મિસાના કાયદા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યા હતા. ૧૯૯૫માં ભાજપ સત્તા પર આવ્યા બાદ નારસીભાઈ પઢિયાર શંકરસિંહ વાઘેલા સાથે રાજપામાં ગયા […]

Top Stories Gujarat Others Trending Politics
Old Janasanghi and BJP's veteran leader Narasibhai Padhiyar passed away

જૂનાગઢ: જૂના જનસંઘી અને ભાજપના પાયાના પથ્થર સમાન એવા જૂનાગઢના ભાજપના દિગ્ગજ નારસીભાઈ પઢિયારનું નિધન થયું છે. લાંબી બીમારી બાદ 87 વર્ષની ઉંમરે આજે વહેલી સવારે તેમનું અવસાન થયું હતું.

Narsibhai Padhiyar1 જૂના જનસંઘી અને ભાજપના પીઢ નેતા નારસીભાઈ પઢિયારનું નિધન

નારસીભાઈ પઢિયાર કટોકટી વખતે મિસાના કાયદા હેઠળ જેલવાસ પણ ભોગવી ચૂક્યા હતા. ૧૯૯૫માં ભાજપ સત્તા પર આવ્યા બાદ નારસીભાઈ પઢિયાર શંકરસિંહ વાઘેલા સાથે રાજપામાં ગયા હતા. પરંતુ ત્યાર બાદ તેઓ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે પુનઃ ભાજપમાં જોડાયા હતા.

Narsibhai Padhiyar2 જૂના જનસંઘી અને ભાજપના પીઢ નેતા નારસીભાઈ પઢિયારનું નિધન

સ્વ. નારસિંહ ભાઈ પઢીયારની સ્મશાનયાત્રા બપોરે 4 વાગ્યે  તેમના નિવાસસ્થાનેથી પ્રભુપ્રસાદ એપાર્ટમેન્ટ એગ્રીકલ્ચર યુનિવર્સિટી  નીકળશે. સ્મશાન યાત્રામાં ગુજરાત ભાજપના મોટા નેતાઓ તેમજ મંત્રીઓ હાજરી આપે તેવી સંભાવના રહેલી છે.

નારસીભાઈના પુત્ર યોગેન્દ્રસિંહ પઢિયાર પપન ભાજપમાં સક્રિય છે. તેઓ હાલ ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડના ડાયરેક્ટર પદે કાર્યરત છે.