Not Set/ રાજકોટમાં ઘર આંગણેથી કાર ચોરી કરી તસ્કરો ફરાર, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

રાજકોટ રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરો દરરોજ પોલીસને નવા-નવા પડકારો આપી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ માટે વધુ એક પડકાર સામે આવ્યો છે. જેમાં વધુ એક કાર ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે. રાજકોટમાં રૈયારોડ નજીક એક રહેણાંક મકાનના પાર્કિંગમાંથી કારની ચોરીની ઘટના બની હતી. જો કે આ સમગ્ર ઘટના CCTV […]

Gujarat
rajkot 1 રાજકોટમાં ઘર આંગણેથી કાર ચોરી કરી તસ્કરો ફરાર, સમગ્ર ઘટના થઈ સીસીટીવીમાં કેદ

રાજકોટ

રાજકોટમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરો દરરોજ પોલીસને નવા-નવા પડકારો આપી રહ્યા છે. ત્યારે શહેર પોલીસ માટે વધુ એક પડકાર સામે આવ્યો છે. જેમાં વધુ એક કાર ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે.

રાજકોટમાં રૈયારોડ નજીક એક રહેણાંક મકાનના પાર્કિંગમાંથી કારની ચોરીની ઘટના બની હતી. જો કે આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. જોકે પોલીસને તસ્કરો સુધી પહોંચવામાં મદદરૂપ બનશે. રાજકોટના રૈયા ટેલિફોન એક્સચેન્જના દામજીપાર્કના રહેણાંક મકાનમાંથી કારની બેધડક ઉઠાંતરી કરતા તસ્કરો ફુટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે.

દેખાવમાં તદ્દન સાધારણ લાગતા આ તસ્કરો મકાનના પાર્કિંગમાંથી કાર ઉઠાવી રફુચક્કર થઈ ગયા હતા. અવાર નવાર આવા બનાવો સામે આવતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો છે. ત્યારે હવે પોલીસ સિંઘમ બનીને ગુનેગારોને કાયદાનું ભાન કરાવે તે હવે જરૂરી બન્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે.