Ahmedabad News: દર્દીઓ દ્વારા લેવામાં આવતી દવાઓને લઈને ચોંકાવનારી બાબત બહાર આવી છે. દર્દીઓ કેટલીય વખત સમાન નામ અને પ્રિસ્ક્રિપ્શન યોગ્ય રીતે ન વંચાવવાના કારણે તેમને લેવાની હોય તેવી દવા લેવાના બદલે ભળતી જ દવા લઈ લેતા હોય છે. તેની તેમના પર આડઅસર પણ થાય છે. જાણીતી હોસ્પિટલના કાર્ડિયોલોજિસ્ટે કરેલા સર્વેમાં 78 ટકા ડોકટરોએ કહ્યું કે ઘણી વખત જ્યારે દર્દી ફોલો-અપ માટે આવે છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે પ્રિસ્ક્રિપ્શનમાં લખેલી દવાને બદલે દવા અન્ય કોઈ રોગ માટે લેવામાં આવી હતી. ડોકટરોના પ્રિસ્ક્રીપ્શનમાં ખરાબ લખાણ જેવી ભૂલો, ફાર્માસિસ્ટની બેદરકારી દર્દીઓ માટે જીવલેણ સાબિત થઈ હતી. શહેરની SGVP (ખાનગી હોસ્પિટલ)ના કાર્ડિયોલોજિસ્ટ ડો. કૃષ્ણ કિશોર ગોયલે રાજ્યની વિવિધ શાખાના 250 જેટલા તબીબોનો સર્વે કર્યો હતો.
સર્વેમાં 100 ટકા ડોકટરોએ કબૂલ્યું હતું કે ઘણા કિસ્સામાં માનવીય ભૂલને કારણે દર્દી ખોટી દવા લે છે તે નિશ્ચિત છે. પ્રિસ્ક્રિપ્શનને કેપિટલ અને ક્લીન અક્ષરોમાં લખવાની આદત પાડવી જોઈએ : અમદાવાદ કિડની હોસ્પિટલના ડાયરેક્ટર ડો.પ્રાંજલ મોદીએ જણાવ્યું હતું કે, ભારત સરકારે એવો નિયમ બનાવ્યો છે કે દરેક ડૉક્ટરે તેમના દર્દીને પ્રિસ્ક્રિપ્શન કેપિટલ અને ક્લીન અક્ષરોમાં લખવું જોઈએ. ડૉક્ટરને મોટા અક્ષરો લખવાની ટેવ પાડવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. મેન્યુઅલને બદલે પ્રિન્ટેડ પ્રિસ્ક્રિપ્શન આપવું વધુ હિતાવહ છે. ફાર્માસિસ્ટ માટે બે વાર ચકાસણી કરવી જરૂરી છે.
દર્દીના માર્ગદર્શન માટે ફ્રી એપ બનાવી
ડો.કૃષ્ણ કિશોર ગોયલ કહે છે કે, અમે દર્દીઓ માટે MEDISATTVA નામની ફ્રી એપ બનાવી છે. આ એપમાં દર્દી તેના પ્રિસ્ક્રિપ્શન અને દવા બંનેના ફોટા અપલોડ કરી શકે છે. બે નિષ્ણાત ફાર્માસિસ્ટ અને એક ડૉક્ટર તપાસ કરે છે કે દવા સાચી છે કે નહીં. વેરિફિકેશન પછી દર્દીને રિટર્ન મેસેજ મોકલવામાં આવે છે.
જો કેમિસ્ટને ખબર ન હોય, તો ડૉક્ટરને પૂછો
મેડિકલમાં દેખાવ-સમાન, અવાજ-સમાન પરિભાષા છે. જેમાં એક સરખી દેખાતી દવાઓમાં ભૂલ છે. જો દર્દી પ્રિસ્ક્રિપ્શન લઈને કેમિસ્ટ પાસે જાય અને તેને વાંચવામાં કોઈ તકલીફ હોય, તો ડૉક્ટરને બોલાવીને બે વાર તપાસ કરાવવી હિતાવહ છે.’ એમ જાણીતા કાર્ડિયોલોજિસ્ટ ડૉ. તેજસ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: Gujarat Rain Live 15 July: ગુજરાતમાં આજે કેવો અને કેટલો રહેશે વરસાદ…..
આ પણ વાંચો: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તેમના જન્મદિવસે ત્રિમંદિરે દર્શન કરી રાજ્યની સુખાકારી માટે કરી પ્રાર્થના
આ પણ વાંચો: ગુજરાતમાં પરિવર્તન માટે કમર કસતી કોંગ્રેસ
