rainfall alert/ વર્ષાને લઈ અંબાલાલ પટેલે કરી આગાહી, જાણો ક્યાં કેટલો પડ્યો વરસાદ

ગુજરાતમાં કેટલાય દિવસોથી ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધતું નથી….

Top Stories Gujarat

Gujarat Weather News: ગુજરાતમાં કેટલાય દિવસોથી ચોમાસું દક્ષિણ ગુજરાતથી આગળ વધતું નથી તેમ જણાઈ રહ્યું છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈ મોટી આગાહી કરી છે. તેમના મતે, 23 જૂન બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થશે.

આમ તો, 11 જૂનથી વિધિવત્ મેઘરાજાનું આગમન થઈ ગયું છે. 28થી 30 જૂન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં પવનની ગતિ 40 થી 45 કિમી પ્રતિ કલાકની રહેશે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી આવી રહી છે.

22 જૂને છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, પંચમહાલ, વડોદરામાં વરસાદ પડશે. 23 જૂને દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ – દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલમાં વર્ષા થશે. 24 થી 26 જૂને હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Why doesn't it rain in California during the summer?

તાલુકો વરસાદ (મિમીમાં)

વાપી  43

વલસાડ        36

કપરાડા        18

પારડી 12

ધરમપુર       7

ચોરાસી        3

વઘઇ  2

છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના આંકડા

તાલુકો વરસાદ (મિમીમાં)

વલભીપુર     37

રાણપુર        22

ચીખલી        20

ઉમરાળા       19

પારડી 19

ચુડા    19

ક્વાંટ   15

ભાવનગર (શહેર)     14

બોટાદ 14

વાપી  13

સોજિત્રા        8

બરવાળા       8

સિહોર  7

જેસર   7

કપરાડા        6

ખેરગામ       6

બાબરા 6

ગઢડા  4


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વલસાડમાં મેઘરાજા થયા મહેરબાન

આ પણ વાંચો: વડોદરામાં બેદરકાર સ્કૂલ વાનચાલકને પોલીસે ઝડપ્યો

આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી, ભક્તોમાં થનગનાટ

આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી નામમાત્ર, ખેડામાં દારૂ ઝડપાયો