પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાન દુનિયાની મીડિયાને કહેતા હતા કે ભારત હવાઈ હુમલા પર ખોટું બોલી રહ્યું છે. ભારતમાં પણ કેટલાક લોકો પાકિસ્તાનમાં હવાઈ હુમલાનો પુરાવો પણ માંગી રહ્યા હતા. અભિનંદનની બહાદુરી પર સવાલ ઉભા કરી રહ્યા હતા. હવે પાકિસ્તાનનાં સંસદમાં જ દરેક સવાલનો જવાબ મળી ગયો છે.
પાકિસ્તાનનાં સાંસદ અયાઝ સાદિકે પાકિસ્તાની સંસદમાં કહ્યું છે કે, હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનું શાસન હચમચી ઉઠ્યુ હતુ. ભારતનાં બહાદુર પાયલોટ અભિનંદનનું મિગ-21 વિમાન જ્યારે પીઓકેમાં તૂટી પડ્યું હતું અને પાકિસ્તાની સૈનિકોએ તેને પકડી લીધું હતું ત્યારે આ ભય વધુ તીવ્ર બન્યો હતો. પાકિસ્તાનને લાગ્યું કે જો અભિનંદનને તાત્કાલિક મુકત કરવામાં નહીં આવે તો તે જ રાત્રે 9 વાગ્યે ભારત હુમલો કરશે.
પાકિસ્તાનનાં સાંસદ અયાઝ સાદિકે સંસદમાં કહ્યું, ‘તમે અભિનંદન વિશે શું વાત કરો છો, મને યાદ છે કે શાહ મહમૂદ કુરેશી સાહેબ તે બેઠકમાં કે જ્યા વડા પ્રધાન ઇમરાન ખાન આવવાના હતા ત્યા હાજર હતા, પરંતુ અંતિમ ક્ષણે મીટિંગમાં ભાગ લેવાનો ઇનકાર કર્યો હતો. આર્મી ચીફ બાજવા મીટિંગમાં આવ્યા, ત્યારે તેમના પગ કાપતા હતા, કપાળ પર પરસેવો દેખાઇ રહ્યો હતો. શાહ મહમૂદ સાહબએ અમને કહ્યું, ‘ખુદા માટે અભિનંદનને પાછો જવા દો, નહીં તો હિન્દુસ્તાન રાત્રે 9 વાગ્યે પાકિસ્તાન પર હુમલો કરી દેશે.’
અયાઝ સાદિક પીએમએલ-એન પાર્ટીનાં એમપી છે. જે બુધવારે પાકિસ્તાની સંસદમાં મળેલી તે બેઠકનો ઉલ્લેખ કરી રહ્યા હતા જે ભારતનાં એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનમાં ભારતીય પાયલોટ અભિનંદનની ધરપકડ બાદ થઈ રહી હતી. તે બેઠકમાં પાકિસ્તાનનાં વિદેશ પ્રધાન અને આર્મી ચીફ બાજવા હતા.
