Valsad News: વલસાડ શહેરમાં આજે વહેલી સવારથી મેઘરાજા પધાર્યા હતા. ગઈકાલથી તમામ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. આસપાસના ગામોમાં ભારે વરસાદ વરસ્યો હતો. તેમજ આગામી પાંચ દિવસ વરસાદ પડવાની પણ આગાહી કરવામાં આવી છે.
વલસાડ શહેરના રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાનું જણાઈ રહ્યું છે. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. તિથલ રોડ, હાલર ચાર રસ્તાએ પાણી ભરાયા છે. બંદર રોડ વિસ્તારમાં પણ પાણી ભરાયા છે. રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. અનેક વાહનો પાણીના લીધે ખોટવાયા છે.
આ પણ વાંચો: વડોદરામાં બેદરકાર સ્કૂલ વાનચાલકને પોલીસે ઝડપ્યો
આ પણ વાંચો: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી જળયાત્રા નીકળી, ભક્તોમાં થનગનાટ
આ પણ વાંચો: ગુજરાતમાં દારૂબંધી નામમાત્ર, ખેડામાં દારૂ ઝડપાયો