Surat News/ સુરતમાં મર્સિડીઝ સાથે જોખમી સ્ટંટ: નબીરાએ 360 ડિગ્રી ડ્રિફ્ટ મારી

stunt નો વીડિયો પોતાના મિત્ર પાસે બનાવડાવ્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો

Gujarat Surat
stunt

Surat News : ડાયમંડ સિટી સુરતમાં નબીરાઓ દ્વારા જાહેર માર્ગો પર જોખમી સ્ટંટ (stunt)કરીને લોકોના જીવ જોખમમાં મુકવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. શહેરના પોશ વિસ્તાર વેસુ-અલથાન રોડ પર ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે બ્લૂ રંગની લક્ઝુરિયસ મર્સિડીઝ કાર સાથે કરાયેલ ઓવરસ્પીડિંગ અને ડ્રિફ્ટિંગનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થયો છે. આ ઘટનાને પગલે અલથાણ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી કારચાલકની અટકાયત કરી છે.

વાઇરલ વીડિયો આધારે પોલીસે ફર્નિચર વ્યવસાય સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પુત્ર જય દાવરાનીને ઝડપી લીધો છે. આરોપીએ જાહેર માર્ગને પોતાની અંગત જગ્યા સમજીને રાત્રિના સમયે ફુલ સ્પીડમાં કાર હંકારી હતી અને જોખમી સ્ટંટ (stunt)કર્યા હતા. પોલીસે આરોપીની મર્સિડીઝ કાર પણ જપ્ત કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.

360 ડિગ્રીમાં ચાર વાર ડ્રિફ્ટ, ટાયર ઘસાવાનો ભયાનક અવાજ

360 ડિગ્રીમાં ચાર વાર ડ્રિફ્ટ, ટાયર ઘસાવાનો ભયાનક અવાજ

વાઇરલ વીડિયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે રાત્રિના સમયે બ્લૂ કલરની મર્સિડીઝ કાર રોડ પર ફુલ સ્પીડમાં દોડાવવામાં આવી રહી છે. ભગવાન મહાવીર યુનિવર્સિટી સામે જાહેર માર્ગ પર કારને લગભગ ચાર વખત 360 ડિગ્રીમાં ગોળ ફેરવી ભયાનક ડ્રિફ્ટિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટાયર ઘસાવાનો કાનફાટ અવાજ અને કારની તેજ ગતિને કારણે આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સ્થાનિકોનું કહેવું છે કે જો એ સમયે અન્ય કોઈ વાહન કે રાહદાર હાજર હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત. જાહેર માર્ગ પર આવા જોખમી સ્ટંટ (stunt) ન માત્ર કાયદાનો ભંગ છે, પરંતુ નિર્દોષ લોકોના જીવ માટે ગંભીર ખતરો છે.

સ્ટંટ (stunt)નો વીડિયો મિત્ર પાસે બનાવી સોશિયલ મીડિયામાં મૂક્યો

પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપીએ આ સ્ટંટ (stunt)નો વીડિયો પોતાના મિત્ર પાસે બનાવડાવ્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. જોખમી રીલ બનાવી લોકપ્રિય થવાની દોડમાં યુવાનોએ કાયદા અને જાહેર સલામતીને અવગણી હતી.

સ્ટંટ (stunt)નો વીડિયો વાઇરલ થતાં લોકોમાં રોષ

સોશિયલ મીડિયા પર સ્ટંટ (stunt)નો વીડિયો વાઇરલ થતાં જ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. રહેણાંક વિસ્તારમાં મોડી રાત્રે ફુલ સ્પીડમાં કાર હંકારી, સાઇલન્સરના અવાજો કરીને શાંતિ ભંગ કરવામાં આવી હતી. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આવા નબીરાઓને પોલીસ કે કાયદાનો કોઈ ડર રહ્યો નથી?

પોલીસે કડક કાર્યવાહીનો સંકેત આપ્યો

અલથાણ પોલીસે જણાવ્યું છે કે રાત્રે બેથી ચાર વાગ્યાના સમયગાળામાં જાહેર માર્ગ પર જોખમી રીતે રીલ બનાવવાના મામલે આરોપીની અટકાયત કરવામાં આવી છે. કાર જપ્ત કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે જાહેર માર્ગ પર સ્ટંટ (stunt), ડ્રિફ્ટિંગ અને ઓવરસ્પીડિંગ સામે હવે ઝીરો ટોલરન્સ અપનાવવામાં આવશે.

સુરતમાં ફરી એકવાર થયેલી આ ઘટનાએ પ્રશ્ન ઊભો કર્યો છે કે લક્ઝરી કાર અને પૈસાના ઘમંડમાં કાયદાની અવગણના કરનારા નબીરાઓ પર ક્યારે કડક લગામ કસાશે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ABVPના કાર્યકર્તાઓના સીન સપાટા, રેલીમાં કાર્યકરોએ કર્યા જોખમી સ્ટંટ, પોલીસ કાર્યવાહી

આ પણ વાંચો: અમદાવાદમાં ‘મિસરી’ ફિલ્મના સ્ટંટ વિવાદમાં ટીકુ તલસાણીયા, પ્રેમ ગઢવી અને જેસલ જાડેજાની ધરપકડ

આ પણ વાંચો: સુરતના ડુમસ બીચ પર સ્ટંટને કારણે મર્સિડીઝ ફસાઈ