Surat News/ ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલિસી- ૨૦૨૪ અંતર્ગત રાજ્યના ટેક્ષ્ટાઈલ એકમોને ઔદ્યોગિક પ્રોત્સાહનો અંગે સરકાર દ્વારા ગાઈડ લાઈન જાહેર કરાઈ

સરકારની ગાઇડ લાઇન મુજબ સ્વરોજગાર માટે ઓછામાં ઓછા ૨૫ મહિલાઓના ગૃપને ‘સેલ્ફ હેલ્પ ગૃપ’ તરીકે માન્યતા આપવામાં આવશે

Gujarat Surat

Surat News : ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગુજરાત ટેક્ષ્ટાઇલ પોલિસી- ૨૦૨૪ અંતર્ગત રાજ્યના વિવિધ તાલુકાઓને કેટેગરી મુજબ વર્ગીકૃત કરીને ઔદ્યોગિક પ્રોત્સાહનો અંગે સરકાર દ્વારા ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી છે. ગુરૂવાર, તા. ૧૪ ઓગષ્ટ ૨૦૨૫ના રોજ વલસાડ કલેક્ટર કચેરી ખાતે ગુજરાતના ઉદ્યોગ મંત્રી  બળવંતસિંગ રાજપુત દ્વારા આ ગાઈડ લાઈનની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત વખતે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપ પ્રમુખ અશોક જીરાવાલા ઉપરાંત વલસાડના ધારાસભ્ય તેમજ લોકસભાના વ્હીપ  ધવલ પટેલ, ધારાસભ્ય  ભરત પટેલ, કે. સ્વરૂપ (IAS) અને વલસાડ કલેક્ટર શ્રી ભવ્ય વર્મા (IAS) ઉપસ્થિત રહયા હતા.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ જણાવ્યું હતું કે, સરકારની ગાઇડ લાઇન મુજબ સ્વરોજગાર માટે ઓછામાં ઓછા ૨૫ મહિલાઓના ગૃપને ‘સેલ્ફ હેલ્પ ગૃપ’ તરીકે માન્યતા આપવામાં આવશે. જેના અંતર્ગત દરેક મહિલાને દર મહિને રૂપિયા પાંચ હજાર સુધીનો લાભ આપવામાં આવશે. ગુજરાત સરકારનો હેતુ ટેક્ષ્ટાઇલ ઉદ્યોગમાં રોકાણને પ્રોત્સાહન આપવાનો, મહિલા સશક્તિ કરણને મજબૂત બનાવવાનો અને રાજ્યના ગ્રામ તેમજ શહેરી વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઉભી કરવાનો છે.

ચેમ્બરના ઉપ પ્રમુખ  અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઇડ લાઇન મુજબ શહેરી વિસ્તારમાં આવેલા જીિઆઈડીસી નોટિફાઇડ એરિયામાં સ્થપાતા ટેક્ષ્ટાઈલ એકમોને હવે સરકારની પ્રોત્સાહક યોજનાના લાભ મળી શકશે. સરકારની ગાઇડ લાઇન મુજબ હવે કમ્પોઝીટ યુનિટમાં સ્પીનિંગથી લઇને ફેબ્રિક સુધીની પ્રવૃત્તિઓને આવરી લેવામાં આવી છે. સરકારની આ ઉદ્યોગલક્ષી જાહેરાતને પગલે ટેક્ષ્ટાઇલ ઉદ્યોગ હવે વધુ હરણફાળ ભરશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા શહેરી વિસ્તારમાં આવેલા જીઆઈડીસી નોટિફાઈડ એરિયામાં સ્થપાતા ટેક્ષ્ટાઇલ એકમોને સરકારની યોજનાઓનો લાભ અપાવવા માટે રજૂઆતો કરવામાં આવી હતી, આથી સરકાર દ્વારા જાહેર કરાયેલી ગાઈડ લાઈનમાં તેનો સમાવેશ કરવામાં આવતા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસી સહિતના ઓફિસ બેરર્સ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉદ્યોગ મંત્રી  બળવંતસિંહ રાજપુત અને ગુજરાતના રાજ્ય કક્ષાના ઉદ્યોગ મંત્રી  હર્ષ સંઘવીનો આભાર વ્યકત કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: વિસનગરના ખદલપુર ગામે ડબ્બા ટ્રેડિંગનું ગેરકાયદે નેટવર્ક ઝડપાયું, ત્રણની ધરપકડ, ત્રણ ફરાર

આ પણ વાંચો: મહેસાણામાં વધુ એક શેરબજારનું ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું

આ પણ વાંચો: મહેસાણામાં ફરી પાછું ઝડપાયું ડબ્બા ટ્રેડિંગ, ત્રણની ધરપકડ 10 ફરાર