Ahmedabad News/ અમદાવાદના સરખેજ જુહાપુરા રોડ પરથી 7.50 લાખનો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

SMC એ મેફેડ્રોનના જથ્થા સાથે 9.16 લાખનો મુદ્દામાલ કબજે કર્યો , ત્રણ આરોપી ઝડપાયા

Gujarat Ahmedabad Breaking News

Ahmedabad News : અમદાવાદના વેજલપુર, સરખેજ જુહાપુરા રોડ પર યુનિક એપાર્ટમેન્ટની સામે જુહાપુરા ચાર રસ્તા પાસેથી રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો લઈને જઈ રહેલા ત્રણ શખ્સોને સ્ટેટ મોનિટરીંગ સેલ(SMC)ની ટીમે ઝડપી લીધા હતા.

તપાસ કરતા તેમની પાસેથી રૂ.7.50,800 ની કિંમતનો મફેડ્રોનનો 75.080 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ડ્ગર્સનો જથ્થો ,બે મોબાઈલ, રૂ.6,000 રોકડા અને રિક્ષા મળીને કુલ રૂ. 9,16,800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પોલીસે આ કેસમાં જુહાપુરામાં મક્કાનગરમાં રહેતા જાવેદ જે.મેમણ, જુહાપુરામાં કાજલ પાર્કમાં રહેતા સાહિલ એચ.મલાની અને જુહાપુરામાં કાજલ પાર્કમાં રહેતા વસીમ મોહ્મ્મદ એચ.કાપડીયાની ધરપકડ કરી હતી. જ્યારે ડ્રગ્સનો જથ્થો મોકલનારા બે ફરાર શખ્સોની શોધ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:નવસારીમાં ભાજપના કાર્યકરે આદિવાસી યુવતીને ફોસલાવી દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ, એટ્રોસિટીની પણ ફરિયાદ

આ પણ વાંચો:યુવકને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાતા એટ્રોસિટી એક્ટ મુજબ FIR નોંધાઈ

આ પણ વાંચો:એટ્રોસિટી એક્ટનો મોટાપાયા પર થઈ રહ્યો છે દૂરુપયોગઃ ગુજરાત હાઇકોર્ટ