Not Set/ સુરતની પાંડસરા વિસ્તારમાં દીવાલ ધરાસયી

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી હીરાનગર સોસાઈટીમાં એક મકાનના પહેલા માળની દીવાલ અચાનક ધરાસાહી થતા બાજુના પત્રા વાળા મકાન પર પડતા મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જેનાકારણે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. દિવાલ છત પર ટુટી પડતા બે બાળકો સહિત ત્રણ જણને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે […]

Gujarat

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી હીરાનગર સોસાઈટીમાં એક મકાનના પહેલા માળની દીવાલ અચાનક ધરાસાહી થતા બાજુના પત્રા વાળા મકાન પર પડતા મોટો અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. જેનાકારણે ભારે અફડાતફડી મચી જવા પામી હતી. દિવાલ છત પર ટુટી પડતા બે બાળકો સહિત ત્રણ જણને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. સુરેશ યાદવ સિમેન્ટના પતરા વાળા મકાનમાં રહેતા હતા અચાનક બાજુમાં આવેલા મકાનની દિવાલ પડીજતા તેમની છતમાં ગાબડું પડ્યું હતું. જેથી બે બાળકો અમિતકુમાર દિનકટેશ ચૌધરી અને સોની પાસવાન પર કાટમાળ પડતાં ઈજાઓ પહોંચી હતી. ત્રણેય વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં લોકોના ટોળા એકઠા થયા. જેથી આસપાસથી દોડી આવેલા લોકોએ તેમને સારવાર અર્થે 108ની મદદથી સિવિલ હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે.