Not Set/ રાણી મુર્ખજીએ અલાહાબાદમાં સંગમ પર પિતા રામ મુખર્જીની અસ્થિઓનું કર્યું વિસર્જન

અલાહાબાદમાં સંગમ પર જઈને બોલીવુડ એક્ટ્રેસ રાણી મુર્ખજીએ  આજે પતિ આદિત્ય ચોપડાની સાથે તેમના દિવંગત પિતા રામ મુખર્જીની અસ્થિઓનું વિસર્જન કર્યું છે. રાણી મુર્ખજીની સાથે ભાઈ રાજા મુખર્જી અને પરિવારના કેટલાક અન્ય લોકો પણ હાજર હતા.રાણી મુખર્જી અને આદિત્ય ચોપડાએ રામ મુખર્જીની અસ્થિઓને સંગમમાં વિસર્જિત કર્યા પછી માતા ગંગાની પૂજા આરાધના કરી અને પિતાની આત્માની […]

Entertainment

અલાહાબાદમાં સંગમ પર જઈને બોલીવુડ એક્ટ્રેસ રાણી મુર્ખજીએ  આજે પતિ આદિત્ય ચોપડાની સાથે તેમના દિવંગત પિતા રામ મુખર્જીની અસ્થિઓનું વિસર્જન કર્યું છે. રાણી મુર્ખજીની સાથે ભાઈ રાજા મુખર્જી અને પરિવારના કેટલાક અન્ય લોકો પણ હાજર હતા.રાણી મુખર્જી અને આદિત્ય ચોપડાએ રામ મુખર્જીની અસ્થિઓને સંગમમાં વિસર્જિત કર્યા પછી માતા ગંગાની પૂજા આરાધના કરી અને પિતાની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી. રાણીના પરિવારના લોકો ચાર્ટર્ડ પ્લેનથી સવારે અલાહાબાદ આવ્યા હતા અને ત્યાંથી સીધા બોટ ક્લબ પહોચ્યા હતા. બોટ ક્લબ પર અલાહાબાદ ડેવલપમેન્ટ ઓથોરીટીની સ્ટીમરથી સંગમ ગયા હતા અને ત્યારબાદ સંગમ પર બંગાળી સમાજના તીર્થ પુરોહિતોએ પૂજા અર્ચના કરાવી. રાણી મુખર્જી ની સાથે એક પૂજારી મુંબઈથી આવ્યા હતા. તો આ સમયે બોટ ક્લબ ઘાટથી લઈને સંગમ સુધી કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી.