Not Set/ 90 કરોડનાં ખર્ચે બનાવેલ તળાવ પહેલા વરસાદમાં ઘોવાતા, ભ્રષ્ટાચારની આશંકા

દેશમાં ભ્રષ્ટાચારની બદી એવી તે ઘર કરી ગઇ છે કે ભ્રષ્ટાચારીઓને માનવતાની પણ પરવાહ નથી. પોતાના પૈસા મળે છે ને, ભલે પછી હજારો લોકોનાં જીવ સંકટમાં કેમ નથી મુકાતા અરે લોકો મરી કેમ નથી જતી તેનાથી ભ્રષ્ટાચારીઓને ક્યાં કોઇ ફરક પડે જ છે. અને માટે જ ડેમ અને તળાવ જેવા જીવન જરૂરી તો ઠીક પણ […]

Top Stories Gujarat Others

દેશમાં ભ્રષ્ટાચારની બદી એવી તે ઘર કરી ગઇ છે કે ભ્રષ્ટાચારીઓને માનવતાની પણ પરવાહ નથી. પોતાના પૈસા મળે છે ને, ભલે પછી હજારો લોકોનાં જીવ સંકટમાં કેમ નથી મુકાતા અરે લોકો મરી કેમ નથી જતી તેનાથી ભ્રષ્ટાચારીઓને ક્યાં કોઇ ફરક પડે જ છે. અને માટે જ ડેમ અને તળાવ જેવા જીવન જરૂરી તો ઠીક પણ અત્યંત જોખમી બાંધકામામાં પણ ભ્રષ્ટાચાર ઉજાગર થાય છે. અને આ પણ જેવો તેવો નહીં કરોડોનો

આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. પાટણના રાધનપુર તાલુકાના વડનગર ગામે. વડનગર ગામનાં તળાવ પાકુ બનાવવા માટે રૂપિયા 90 કરોડના કામનું ટેન્ડર પાસ થયેલું.  કામ પૂરું થતાંની સાથે ઉદઘાટનની રાહ જોવાતી હતી. ત્યાં તો વરસાદ સમગ્ર ભ્રષ્ટાચારનો કાચો ચીઠ્ઠો સામે આવી ગયો. વરસાદ આવતા પથ્થરનું કરેલ પેકેજીંગ બેસી ગયું હતું.

વડનગર ગામે તળાવમાં પણ ક્યાંકને ક્યાંક હલકી ગુણવત્તાવાળા કામના કારણે ઉદ્ઘાટન પહેલાં તળાવ તૂટવા શરૂઆત થઇ ચૂકી છે. પાલનપુરની એક પ્રાઇવેટ એજન્સી દ્વારા આ તળાવનું કામ કર્યું હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે વરસાદ આવતા પેકેજીંગ બેસી જતાં તપાસ કરવાની લોકોએ માંગ કરી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન