World News/ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાત; વેનેઝુએલા સાથેના ઓઇલ કરારથી અમેરિકાને મળશે સસ્તું તેલ

અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trumpએ વેનેઝુએલા સાથે ઐતિહાસિક ઓઇલ ડીલની જાહેરાત કરી છે. જેનાથી અમેરિકાને 65 અબજ બેરલ તેલ ભંડાર પર નિયંત્રણ મળશે. જાણો અહેવાલ.

international Top Stories World
Donald Trump

Donald Trump Venezuela Oil Deal 65 Billion Barrels: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump) વેનેઝુએલા સાથે એક મોટા તેલ કરારની જાહેરાત કરીને વૈશ્વિક રાજકારણ અને એનર્જી માર્કેટમાં હલચલ મચાવી છે. ટ્રમ્પના દાવા પ્રમાણે આ કરાર અમલમાં આવે તો અમેરિકાને વેનેઝુએલાના વિશાળ તેલ ભંડાર સુધી સીધી પહોંચ મળશે. ખાસ વાત એ છે કે આ તેલ અમેરિકાને ખર્ચ કિંમત પર મળવાની વાત કરવામાં આવી છે.

Donald Trump

65 અબજ બેરલના તેલ ભંડાર પર નજર

વેનેઝુએલા પાસે વિશ્વના સૌથી મોટા તેલ ભંડારોમાંથી એક છે. ટ્રમ્પે(Donald Trump) દાવો કર્યો છે કે આ નવી ડીલ હેઠળ અંદાજે 65 અબજ બેરલ જેટલા પુષ્ટિ થયેલા તેલ ભંડાર સાથે જોડાયેલા 17 ઓઇલ ક્ષેત્રોના વિકાસમાં અમેરિકાની મોટી ભૂમિકા રહેશે. જો આ યોજના સફળતાપૂર્વક અમલમાં આવે છે તો અમેરિકાની એનર્જી સુરક્ષાને મોટો ફાયદો થઈ શકે છે. વેનેઝુએલાની કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝની સરકાર તરફથી પણ આ કરાર અંગે નિવેદન સામે આવ્યું છે. સરકારના જણાવ્યા પ્રમાણે, આ પ્રોજેક્ટમાં મોટા પાયે રોકાણ થવાની સંભાવના છે. અંદાજ મુજબ વેનેઝુએલાના તેલ ઉદ્યોગમાં લગભગ 100 અબજ ડોલરનું રોકાણ આવી શકે છે. સાથે જ સરકારને ટેક્સ અને અન્ય આવકમાંથી 209 અબજ ડોલરથી વધુ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

માદુરોની ધરપકડ બાદ બદલાયું સમીકરણ

આ જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે થોડા મહિના પહેલા અમેરિકાએ વેનેઝુએલાના નેતા નિકોલસ માદુરો સામે કાર્યવાહી કરી હતી. માદુરોની ધરપકડ બાદ બંને દેશોના સંબંધોમાં મોટો ફેરફાર આવ્યો છે અને હવે તેલ ક્ષેત્રે સહકારની નવી ચર્ચા શરૂ થઈ છે. ટ્રમ્પ(Donald Trump) માટે આ ડીલનું મહત્વ માત્ર વિદેશ નીતિ પૂરતું નથી. અમેરિકામાં તેલના ભાવને નિયંત્રિત રાખવા માટે પણ સરકાર પર દબાણ છે. આવી સ્થિતિમાં વેનેઝુએલાના મોટા તેલ ભંડાર સુધી પહોંચ અમેરિકાને વૈશ્વિક એનર્જી માર્કેટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં મદદ કરી શકે છે. જોકે આ સમગ્ર કરારનો વાસ્તવિક અમલ કેવી રીતે થાય છે અને તેના કારણે વૈશ્વિક તેલ બજાર પર કેટલી અસર પડે છે, તેના પર હવે દુનિયાની નજર રહેશે.


આ પણ વાંચો:નેપાળમાં ભીષણ પૂરનો પ્રકોપ: 160ના મોત, 133 ભારતીય શ્રદ્ધાળુઓ પણ સંપર્કવિહોણા

આ પણ વાંચો:નેપાળમાં તિબેટથી આવેલા ભયંકર પૂરથી ભારે તબાહી, 1000 લોકોના વહી જવાની આશંકા

આ પણ વાંચો:નેપાળમાં હિમાલયનું મહાસંકટ; ગ્લેશિયર તૂટવાથી સર્જાયું ભીષણ પૂર, 160થી વધુ લોકોના મોત