Not Set/ છોટાઉદેપુર : મુસળાધાર વરસાદને કારણે હેરણ નદી ગાંડીતૂર, કાંઠા વિસ્તારોમાં હાઈ એલર્ટ

છોટાઉદેપુર, રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે છોટાઉદેપુરમાં પડી રહેલા સતત વરસાદના કારણે  હેરણ નદી ગાંડીતૂર બની છે. એકજ રાતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી પડ્યો છે. તો હેરણ  નદીના પાણી અનેક ગામોમાં ઘૂસી જતા લોકોને પોતાના જીવ […]

Top Stories Gujarat Others Videos

છોટાઉદેપુર,

રાજ્યમાં વધુ એકવાર ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 8 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ત્યારે છોટાઉદેપુરમાં પડી રહેલા સતત વરસાદના કારણે  હેરણ નદી ગાંડીતૂર બની છે. એકજ રાતમાં 10 ઈંચથી વધુ વરસાદ ખાબકી પડ્યો છે. તો હેરણ  નદીના પાણી અનેક ગામોમાં ઘૂસી જતા લોકોને પોતાના જીવ બચાવવા ઘર છોડીને  સલામત સ્થળે જવુ પડ્યું છે.

તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે. સાથોસાથ તમામ ગતિવિધીઓ પર બાજ નજર રાખવામાં આવી રહી છે. હેરણ નદી તોફાની બનતા લોકોના જીવ તાળવે ચોંટ્યા છે. લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉપરવાસમાં ભારે વરસાદ પડવાના લીધે છોટાઉદેપુરના કોસિંન્દ્રા, ચિખોદ્રા, ખરેડા, બગલિયા, મોરાડુંગરી, ટીમ્બવા, ચલામલી, સાલપુરા, નવાગમ, રાજ બોડેલી સહિત આ અનેક ગામોમાં પાણી ભરાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.