Haryana News: હરિયાણામાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. ભાજપના નેતા અશોક તંવર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. ગઈકાલ સુધી તેઓ ભાજપ માટે પ્રચાર કરતા હતા પરંતુ આજે તેઓ રાહુલ ગાંધીની હાજરીમાં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. અશોક તંવર અગાઉ કોંગ્રેસ પાર્ટીના નેતા હતા, તેઓ લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા અને ભાજપે તેમને સિરસાથી શૈલેજા સામે મેદાનમાં ઉતાર્યા હતા.

અશોક તંવરનો કોંગ્રેસમાં જોડાવાનો વિડીયો જાહેર કરતા કોંગ્રેસ પાર્ટીએ X પર કહ્યું કે કોંગ્રેસે સતત શોષિત અને વંચિતોના અધિકારો માટે પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને બંધારણની રક્ષા માટે સંપૂર્ણ ઈમાનદારી સાથે લડત આપી છે. અમારા સંઘર્ષ અને સમર્પણથી પ્રભાવિત થઈને આજે ભાજપના વરિષ્ઠ નેતા, પૂર્વ સાંસદ, હરિયાણામાં ભાજપની પ્રચાર સમિતિના સભ્ય અને સ્ટાર પ્રચારક અશોક તંવર કોંગ્રેસમાં જોડાયા. કોંગ્રેસે કહ્યું કે, અશોક તંવરની વાપસીથી તમારા આવવાથી દલિતોના અધિકારની લડાઈ વધુ મજબૂત થશે.
मेरे बब्बर शेर कार्यकर्ताओं, कांग्रेस के Tigers किसी से नहीं डरते!
कोई भी गालियां दे, लाठियां मारे, फर्क नहीं पड़ता – हम मिलकर हिंदुस्तान की आवाज़ बुलंद करते रहेंगे, हर कोने में मोहब्बत की दुकान खोलते चलेंगे। pic.twitter.com/VJXO3bp9SD
— Rahul Gandhi (@RahulGandhi) October 3, 2024
ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીના પ્રહાર
હરિયાણામાં ચૂંટણી પ્રચાર દરમ્યાન રાહુલ ગાંધીએ પોતાના કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા હતા. એક જનસભાને સંબોધતા તેમણે કહ્યું હતું કે મારા બબ્બર શેર કાર્યકરો, કોંગ્રેસના ટાઈગરો કોઈથી ડરતા નથી! કોઈ અપશબ્દો બોલે કે લાકડીઓ મારે તેનાથી કોઈ ફરક પડતો નથી – અમે સાથે મળીને ભારતનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખીશું અને દરેક ખૂણે પ્રેમની દુકાનો ખોલીશું.
આ પણ વાંચો:સુરતમાં તિરૂપતિ એપાર્ટમેન્ટ ખાલી કરાવવા નોટિસ પાઠવવામાં આવી
આ પણ વાંચો:‘ભગવાનને તો રાજનીતિથી દૂર રાખો’ તિરુપતિ મંદિર પ્રસાદ મામલે સુપ્રીમ કોર્ટની ટિપ્પણી
આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટ આજે તિરુપતિ લાડુ મામલે કરશે સુનાવણી, CBI તપાસની પણ માગ ઉઠી
