Gujarat Rain News: ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી 3 કલાક માટે નાઉકાસ્ટ એલર્ટ (Gujarat Weather Alert) જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સાથે 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જેને પગલે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
Gujarat Weather Alert: અમદાવાદ સહિત 12 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
નાઉકાસ્ટ એલર્ટ (Gujarat Weather Alert) અંતર્ગત અમદાવાદ સહિત રાજ્યના 12 જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વરસાદ સાથે વીજળીના કડાકા-ભડાકા અને તેજ પવનની સ્થિતિ સર્જાઈ શકે છે.ભારે વરસાદની શક્યતાને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ સહિત 17 જિલ્લાઓમાં ગાજવીજની શક્યતા
આ ઉપરાંત રાજકોટ સહિત 17 જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વરસાદી માહોલને કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.હવામાન વિભાગ દ્વારા નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા અને વરસાદ દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે.
તંત્ર એલર્ટ મોડમાં
વરસાદની આગાહીને પગલે સ્થાનિક તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી રહી છે. વરસાદી પરિસ્થિતિ પર નજર રાખવા અને જરૂરિયાત મુજબ રાહત કામગીરી માટે ટીમોને સતર્ક રાખવામાં આવી છે.
આ પણ વાંચો:ગુજરાતમાં વરસાદનો કહેર : 12 જિલ્લામાં રેડ એલર્ટ, નવસારીમાં પૂરથી તબાહી, અમદાવાદમાં પાણી ભરાયા
આ પણ વાંચો:ખેડાના વસોમાં 17 ઇંચ વરસાદથી જળબંબાકાર, દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને લાખોનું નુકસાન
આ પણ વાંચો:રાજકોટમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર, RMC એક્શન મોડમાં; મેનહોલ પર 3-3 કર્મચારીઓ તૈનાત
