Kheda News: ખેડા જિલ્લાના વસો તાલુકામાં ભારે વરસાદે (Kheda Flood Situation) તબાહી મચાવી છે. છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા અંદાજે 17 ઇંચ જેટલા અતિભારે વરસાદને કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન બની ગયો છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે ગામના મુખ્ય બજાર, વેપારી મથકો અને રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે.
ભારે વરસાદ (Kheda Flood Situation) બાદ વસોમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા સ્થાનિકો અને વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બીજી તરફ વિકટ પરિસ્થિતિ વચ્ચે પણ તંત્ર તરફથી તાત્કાલિક કામગીરી ન થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ
મુશળધાર વરસાદ (Kheda Flood Situation)ને કારણે વસોના કાછિયા પટેલની પોળ, ઈન્દિરા નગરી અને ખરી કુઈ જેવા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. મુખ્ય બજારમાં ગોઠણસમા પાણી ભરાતા દુકાનો બંધ કરવાની ફરજ પડી છે અને વેપાર-ધંધા ઠપ થઈ ગયા છે. વરસાદી પાણી દુકાનોમાં ઘૂસી જતા વેપારીઓના માલસામાનને નુકસાન પહોંચ્યું છે. અનાજ, સામગ્રી અને અન્ય વસ્તુઓ પલળી જતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
ખાતરના જથ્થાને સુરક્ષિત સ્થળે ખસેડાયો
ભારે વરસાદને કારણે ગ્રામ પંચાયતમાં રાખવામાં આવેલા ખાતરના જથ્થાને પણ નુકસાન થવાની ભીતિ ઉભી થઈ હતી. જેને પગલે તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
પાણી ભરાવાની સમસ્યાને લઈને લોકોમાં રોષ
સ્થાનિકોના જણાવ્યા મુજબ, વસોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા નવી નથી. યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા અને ખુલ્લા કાંસના અભાવને કારણે દર વર્ષે વરસાદ (Kheda Flood Situation) દરમિયાન મુશ્કેલી સર્જાય છે.
લોકોએ આક્ષેપ કર્યો છે કે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા નથી અને પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી.સ્થાનિકોની માંગ છે કે વસોમાં તાત્કાલિક ધોરણે ખુલ્લા કાંસ બનાવવામાં આવે જેથી વરસાદી પાણીનો ઝડપી નિકાલ થઈ શકે અને ભવિષ્યમાં આવી સ્થિતિનું પુનરાવર્તન ન થાય.
વેપારીઓએ વ્યક્ત કરી વ્યથા
સ્થાનિક વેપારી મયુરભાઈ કાછીયાએ જણાવ્યું હતું કે, દુકાનોમાં પાણી ઘૂસી જતાં અંદર રાખેલો કિંમતી માલસામાન બગડી ગયો છે. વેપારીઓને મોટો આર્થિક ફટકો પડ્યો છે અને તંત્રની બેદરકારીને કારણે સામાન્ય લોકોને મુશ્કેલી ભોગવવી પડી રહી છે.સ્થાનિકોએ વહેલી તકે પાણીનો નિકાલ કરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉમઇ નદીનો પાળો તૂટતા લીલાપુર ગામમાં પાણી ઘૂસ્યા
આ પણ વાંચો:રાજકોટમાં સાડા ત્રણ ઈંચ વરસાદથી જળબંબાકાર, RMC એક્શન મોડમાં; મેનહોલ પર 3-3 કર્મચારીઓ તૈનાત
આ પણ વાંચો:અમદાવાદમાં ભારે વરસાદની આગાહી વચ્ચે AMCએ સંજીવની-ડ્રાઇવ ઇન રોડ ખોદ્યો, વાહનચાલકોમાં રોષ
