New Delhi News/ અપશબ્દોની રાજનીતિ પર ગરમાયો વિવાદ: PM મોદીની માફીની અપીલ બાદ પી. ચિદમ્બરમનો સવાલ, શું BJP ટ્રોલ્સને પણ માફ કરાશે?

PM મોદીના નિવેદન બાદ કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયા છે. પી. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પર BJP ટ્રોલ્સ અંગે સવાલ ઉઠાવતાં અપશબ્દોના મુદ્દે રાજકીય ચર્ચા ગરમાઈ છે.

India Breaking News
P. Chidambaram

બાદ દેશના રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થઈ છે. જંતર-મંતર પર થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન અપશબ્દોનો ઉપયોગ કરનારા યુવાઓને માફ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે(P Chidambaram)સવાલ ઉઠાવ્યો છે. ચિદમ્બરમે કહ્યું છે કે સરકારની ટીકા કરનારાઓ સામે સોશિયલ મીડિયા પર અપશબ્દોનો ઉપયોગ કરતા ભાજપ સમર્થક ટ્રોલ્સ માટે પણ શું આ જ અભિગમ અપનાવવામાં આવશે? સમગ્ર મામલે રાજકીય આક્ષેપ-પ્રત્યારોપનો દોર તેજ બન્યો છે.

PM મોદીની અપીલ બાદ કોંગ્રેસ નેતા P Chidambaram ઉઠાવ્યા સવાલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)એ શુક્રવારે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયો સંદેશમાં જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન (Jantar Mantar Protest)નો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે કેટલાક યુવાઓએ તેમના અને તેમની સ્વર્ગસ્થ માતા અંગે અત્યંત અપમાનજનક ભાષાનો ઉપયોગ કર્યો હતો, જે કોઈપણ સંસ્કારી સમાજ માટે યોગ્ય નથી. PM મોદીએ જણાવ્યું કે યુવાનીમાં ભૂલો થતી હોય છે અને તેમાંથી શીખવાની તક પણ મળે છે. તેમણે સમાજને અપીલ કરી કે આવા યુવાઓને માત્ર સજા આપવાને બદલે તેમને સમજાવીને યોગ્ય માર્ગદર્શન આપવું જોઈએ.

શું BJP ટ્રોલ્સને પણ માફી મળશે?

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને વડાપ્રધાનને પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે પૂછ્યું કે સરકારની ટીકા કરનારાઓ સામે સોશિયલ મીડિયા પર અભદ્ર અને અપમાનજનક ભાષાનો ઉપયોગ કરતા ભાજપ સમર્થક ટ્રોલ્સને પણ શું માફ કરવામાં આવશે?  ચિદમ્બરમનું નિવેદન સામે આવતા રાજકીય ચર્ચા વધુ ગરમાઈ ગઈ છે. તેમણે જાહેર જીવનમાં શિસ્તબદ્ધ ભાષાના ઉપયોગ માટે સમાન ધોરણ અપનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

સોશિયલ મીડિયા પર રાજકીય ચર્ચા

વડાપ્રધાનના નિવેદન અને કોંગ્રેસના સવાલ બાદ સોશિયલ મીડિયા પર રાજકીય ચર્ચા (Political Debate)શરૂ થઈ ગઈ છે. એક તરફ કેટલાક લોકો PM મોદીના ક્ષમાશીલ અભિગમને આવકારી રહ્યા છે, જ્યારે બીજી તરફ વિરોધ પક્ષોનું કહેવું છે કે જાહેર ચર્ચામાં સૌ માટે એકસરખા માપદંડ હોવા જોઈએ. આ સમગ્ર મુદ્દાએ સોશિયલ મીડિયા પર ભાષાની મર્યાદા, રાજકીય સંસ્કૃતિ અને જવાબદારી અંગે નવી ચર્ચાને જન્મ આપ્યો છે.


આ પણ વાંચો: રાજ્યસભાના સાંસદ પી. ચિદમ્બરમે મહારાષ્ટ્રમાં પોતાની સીટ પરથી આપ્યું રાજીનામું

આ પણ વાંચો: રાહુલ ગાંધીની સદસ્યતા રદ કરવા પર પી. ચિદમ્બરમે કહ્યું ”2024માં કોંગ્રેસને વધુ મજબૂત થશે’

આ પણ વાંચો: પી. ચિદમ્બરમે કેમ કહ્યું મમતા બેનર્જીને અર્થશાસ્ત્રમાં નોબલ પુરસ્કાર મળવો જોઇએ…