Amreli Married Woman Death : અમરેલી જિલ્લાના વીજપડી ગામે એક યુવાન પરિણીતા(Married Woman)નું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પરિણીતા (Married Woman) એ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવ્યું છે, પરંતુ આ ઘટનાને લઈને પરિણીતા (Married Woman)ના પિયર પક્ષે સાસરીયાઓ સામે ગંભીર આક્ષેપો કરતા મામલો વધુ ગૂંચવાયો છે. મૃતકની ઓળખ 22 વર્ષીય તેજલ હિતેશ ચારોલીયા તરીકે થઈ છે. તેઓ ગઈકાલે રાત્રે પોતાના ઘરે લટકતી હાલતમાં મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
પરિણીતા (Married Woman)ને એક વર્ષનો નાનો પુત્ર
મળતી માહિતી મુજબ તેજલના લગ્ન લગભગ બે વર્ષ પહેલાં વીજપડી ગામના હિતેશ ચારોલીયા સાથે થયા હતા. દંપતીને એક વર્ષનો નાનો પુત્ર પણ છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર લગ્ન બાદથી ઘરેલું બાબતોને લઈને પતિ-પત્ની વચ્ચે અવારનવાર મતભેદ અને ઝઘડાઓ થતા હતા. ઘટના પૂર્વે પણ બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
પિયર પક્ષનો સાસરીયાઓ પર ગંભીર આરોપ
પરિણીતા (Married Woman)ના મોતની ખબર મળતા જ તેના પિયર પક્ષના લોકો સાવરકુંડલા હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે તેજલને સાસરીયાઓ દ્વારા લાંબા સમયથી માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમના મતે, મારપીટ બાદ તેણીની હત્યા કરી ઘટનાને આપઘાતનો રંગ આપવા માટે મૃતદેહને ફાંસે લટકાવવામાં આવી છે. બીજી તરફ, મૃતકના સાસરી પક્ષનું કહેવું છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને ઘટના સમયે ઘરમાં અન્ય કોઈ હાજર ન હતું.
પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ
સાવરકુંડલા પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે કે આ મામલો આપઘાતનો છે કે હત્યાનો. પિયર પક્ષના નિવેદનો આધારે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો: અમરેલીના ધારીમાં દીપડાનો આતંક, 5 વર્ષના બાળકને ખેતરમાંથી ઉઠાવી જતાં મોત
આ પણ વાંચો: ટોરોન્ટો શહેરમાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થીની હત્યા, કેનેડામાં સુરક્ષાને લઈ ચિંતા
આ પણ વાંચો: સુરતમાં અજાણી મહિલાએ 5 વર્ષીય પુત્ર સાથે 14મા માળેથી કૂદી આત્મહત્યાનો પ્રયાસ કર્યો, બાળકનું મોત
