ફરિયાદ/ આગની ઘટના મામલે ભરૂચની પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે ફરિયાદ

ભરૂચની હોસ્પિટલના ટ્રસ્ટી સામે ફરિયાદ

Gujarat

 રાજ્યની હોસ્પિટલોમાં આગના બનાવો વધી રહ્યા છે .હોસ્પિટલોની બેદરકારીના લીધે આગના બનાવો સામે આવી રહ્યા છે  જંબુસર ચોકડી નજીક આવેલી પટેલ વેલફેર કોવિડ હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા આગની ઘટના સામે આવી હતી જેમા 16 દર્દીઓ સહિત 18 લોકોના મૃત્યું થયા હતા. આ સમગ્ર મામલે હવે બી ડિવિઝન પોલીસ મથકે હોસ્પિટલના ટ્રસ્ટીઓ સામે બેદરકારી દાખવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

ભરૂચની જંબુસર ચોકડી નજીક આવેલી પટેલ વેલફેર હોસ્પિટલને ભરૂચ વહીવટી તંત્ર દ્વારા કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ હોસ્પિટલમાં તારીખ 1લીમેના રોજ રાત્ર દરમિયાન આઈ.સી.યુ.વિભાગમાં અચાનક આગ લાગી હતી જેમાં સારવાર લઈ રહેલા 16 દર્દી સહિત કુલ 18 લોકોના મૃત્યું થયા હતા. આ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા . તપાસ સમિતિની પણ રચના કરવામાં આવી હતી,  હોસ્પિટલના ટ્રસ્ટીઓ વિરૂદ્ધ પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.

ધી બોમ્બે પટેલ વેલફેર હોસ્પિટલનના સંચાલકોને જૂની બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવા મંજૂરી આપવામાં આવી હતી, પણ હોસ્પિટલોના સત્તાધીશો દ્વારા તંત્રની પૂર્વ મંજૂરી અને બી.યુ.સર્ટિફિકેટ વગર નવા બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરી હતી.આ ઉપરાંત ફાયર સેફટી અંગેના પણ કોઈ પગલા ન લેવાયા હતા જેના પગલે હોસ્પિટલમાં આગ ફાટી નીકળતા 18 લોકોના મોત નિપજ્યા હતા.હોસ્પિટલના ટ્રસ્ટી ખાલિદ ફાંસીવાલા સહિતના ટ્રસ્ટીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.