Junagadh News: સ્થાનિક ચૂંટણીના પરિણામ પછી જૂનાગઢ ભાજપમાં પણ વિખવાદ વધ્યો છે. ડેરી સેક્ટરના આગેવાન દિનેશ ખટારિયાએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે જવાહર ચાવડાએ પક્ષની જોડે રહીને પક્ષની પીઠમાં ખંજર ભોંક્યુ છે. તેણે ભાજપની જોડે રહીને આપને મદદ કરી છે. લોકો આ પ્રકારની સ્થિતિને ક્યારેય સહન નહીં કરી. તેમણે જણાવ્યું હતું કે ભાજપ કોઈની જાગીર નથી. ભાજપ કાર્યકરોનો પક્ષ છે, આગેવાનો દોરવણી કરે છે. આખા રાજ્યમાં શાનદાર દેખાવ કરનાર ભાજપને જૂનાગઢમાં સારા પરિણામ મળ્યા નથી.
ગુજરાતના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પછી કેટલાય લોકોને અહેસાસ થઈ ગયો છે કે રાજકારણમાં તેમનો યુગ પૂરો થઈ ગયો છે. તેના કારણે તે રાજકારણને અલવિદા કહી રહ્યા છે. તેમા જૂનાગઢના પૂર્વ ચેરમેન દિનેશ મૈતરનો વિડીયો વાઇરલ થયો છે. જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન દિનેશ મૈતરનો રાજકારણમાં મોહભંગ થઈ ગયો છે. તેમણે રાજકારણ છોડવાની જાહેરાત કરતા બધાને ચોંકાવી દીધા છે.
આ ઉપરાંત સરપંચ મેરામણ બંભવા પણ રાજીનામુ આપશે. દિનેશ મૈતરે જાહેર જીવનમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. હવે કેવલ ચોવટિયા પણ ચૂંટણી લડવાના નથી. લોકોના પ્રતિસાદથી નેતાઓ નારાજ થયા છે. બીલખા સીટ હારી ગયા પછી તેમનો આ વિડીયો વાઇરલ થયો છે. આ બતાવે છે કે સત્તાધીશોને પણ ધાર્યા પરિણામ ન મળે ત્યારે તેમનો કેવો મોહભંગ થતો હોય છે. તેઓ સત્તાને અલવિદા કહેવાનું જ મુનાસિબ સમજે છે.
ભાજપે બધે સૂપડા સાફ કર્યા છે, પરંતુ જૂનાગઢ જિલ્લામાં શાસક પક્ષના અપેક્ષા મુજબના પરિણામ આવ્યા નથી. તેના કારણે શાસક પક્ષના આગેવાનો પર આ હારની જવાબદારી સુનિશ્ચિત કરવાની દોડ ચાલી રહી છે. તેથી પવન પારખીને પહેલેથી જ આ આગેવાનોએ રાજકારણને અલવિદા કરી દીધી છે અને કોઈની પણ અપેક્ષા વગર પ્રજાની સેવા કરવાનું ચાલુ રાખશે તેમ જણાવ્યું છે. દિનેશ મૈતર જૂનાગઢના સ્થાનિક રાજકારણમાં ભાજપનું મોટું માથું ગણવામાં આવે છે.
આ પણ વાંચો: વલસાડ જિલ્લામાં BJPનો જોરદાર દબદબો
આ પણ વાંચો: ભાજપનો 54 વર્ષ જૂનો અભેદ્ય ગઢ ‘ખાડિયા’ ધરાશાયી, કોંગ્રેસની આખી પેનલનો ક્લીન સ્વીપ
આ પણ વાંચો: આ પણ વાંચો: ગુજરાતમાં BJPનો દબદબો યથાવત, નોકરી છોડનારા IPS હાર્યા
