Indian student killed in Toronto: કેનેડાના ટોરોન્ટો (Toronto) શહેરમાં ફરી એકવાર ભારતીય વિદ્યાર્થી (Student)ની હત્યાની ઘટનાએ ખળભળાટ મચાવ્યો છે. 25 ડિસેમ્બરના રોજ ટોરોન્ટો યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક થયેલા અંધાધૂંધ ગોળીબારમાં 20 વર્ષીય ભારતીય વિદ્યાર્થી શિવાંક અવસ્થીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
આ ઘટનાને પગલે કેનેડામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે ફરી ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગોળીબારની ઘટના બાદ સમગ્ર કેમ્પસ વિસ્તારમાં સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી
પ્રાપ્ત માહિતી મુજબ, ગોળીબારની જાણ થતાં જ ટોરોન્ટો (Toronto) પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં ગંભીર રીતે ગોળી વાગેલા એક યુવકને તબીબી સહાય આપવામાં આવી હતી, પરંતુ સારવાર પહેલાં જ તેનું મોત થયું હોવાનું પોલીસે જણાવ્યું હતું.

આરોપી ઘટનાસ્થળેથી ફરાર
પોલીસે જણાવ્યું કે ગોળીબાર કર્યા બાદ આરોપી અથવા આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર વિસ્તારને સીલ કરી ફોરેન્સિક ટીમ દ્વારા પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે. હાલ આરોપીઓની ઓળખ અને ધરપકડ માટે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષ દરમિયાન ટોરોન્ટોમાં થયેલી આ 41મી હત્યા છે.
ભારતીય કોન્સ્યુલેટનો શોક વ્યક્ત
ટોરોન્ટોમાં સ્થિત ભારતીય કોન્સ્યુલેટે આ દુઃખદ ઘટનાને લઈ શોક વ્યક્ત કર્યો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જાહેર કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, “ટોરોન્ટો (Toronto) યુનિવર્સિટીના સ્કારબોરો કેમ્પસ નજીક થયેલા ગોળીબારમાં યુવા ભારતીય ડોક્ટરલ વિદ્યાર્થી શિવાંક અવસ્થીના દુઃખદ અવસાનથી અમે અત્યંત શોકગ્રસ્ત છીએ. તેમના પરિવારના સંપર્કમાં રહી સ્થાનિક અધિકારીઓ સાથે સંકલન કરીને જરૂરી સહાય પૂરી પાડી રહ્યા છીએ.”
We express deep anguish over the tragic death of a young Indian doctoral student, Mr. Shivank Avasthi, in a fatal shooting incident near the University of Toronto Scarborough Campus. The Consulate is in touch with the bereaved family during this difficult time, and is extending…
— IndiainToronto (@IndiainToronto) December 25, 2025

Torontoમાં ત્રણ દિવસમાં બે ભારતીયોની હત્યા
ઉલ્લેખનીય છે કે આ ઘટના અગાઉ ટોરોન્ટોમાં જ ભારતીય નાગરિક હિમાંશી ખુરાનાની હત્યાનો કેસ સામે આવ્યો હતો. આ મામલે પોલીસ દ્વારા 32 વર્ષીય અબ્દુલ ગફૂરીને મુખ્ય આરોપી માનવામાં આવી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ આ કેસ ભાગીદાર હિંસા સાથે જોડાયેલો છે.
ભારતીય સમુદાયમાં ભયનો માહોલ
કેનેડામાં સતત વધી રહેલી હિંસાત્મક ઘટનાઓને કારણે ભારતીય સમુદાયમાં ચિંતાનો માહોલ સર્જાયો છે. ખાસ કરીને વિદેશમાં અભ્યાસ માટે ગયેલા વિદ્યાર્થીઓની સુરક્ષા મુદ્દે પરિવારજનો અને સમુદાય દ્વારા ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:કેનેડાએ ચાલુ વર્ષે 80 ટકા ભારતીયના સ્ટુડન્ટ્સ વિઝા રિજેક્ટ કર્યા
આ પણ વાંચો:કેનેડાએ લોરેન્સ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કર્યો, મિલકતો કરાઇ જપ્ત….
આ પણ વાંચો: કેનેડામાં એમેઝોન વેરહાઉસ ચોરી કાંડ, 18 કરોડની ચોરીમાં 2 મહિલા સહિત 5 ગુજરાતીઓ ઝડપાયા
