Canada News: કેનેડાએ મોટું પગલું ભરીને લોરેન્સ બિશ્નોઈ ગેંગને સત્તાવાર રીતે આતંકવાદી સંગઠન જાહેર કર્યો છે. આ નિર્ણય પછી ગેંગના તમામ સભ્યો પર કડક કાયદેસર કાર્યવાહી થશે. ખાસ કરીને કેનેડામાં ગેંગના બેંક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવશે અને મિલકતો જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
લોરેન્સ ગેંગ લાંબા સમયથી ભારતમાં હત્યા, ખંડણી, દહેશત ફેલાવવી તેમજ સંગઠિત ગુનાઓમાં સંડોવાયેલું છે. ભારતમાં અનેક હાઈ-પ્રોફાઈલ હત્યાઓમાં આ ગેંગનું નામ સામે આવ્યું છે, જેમાં ગાયક સિદ્ધૂ મૂસેવાલા હત્યા કેસ સૌથી મોટું ઉદાહરણ છે. ખંડણી માટે ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ધમકી આપવી, તેમજ ડ્રગ્સ અને ગન સપ્લાયનો કાળો ધંધો ચલાવવો – આ ગેંગની મુખ્ય પ્રવૃત્તિઓ રહી છે.
કેનેડામાં રહેતા કેટલાક ગેંગ સભ્યો વિદેશમાંથી જ ગેંગની તમામ ગતિવિધિઓ સંચાલિત કરે છે. હવે કેનેડાની સરકાર દ્વારા આ ગેંગને આતંકવાદી સંગઠન જાહેર કરતા આંતરરાષ્ટ્રીય સ્તરે પણ આ ગેંગ પર નાણાકીય અને કાનૂની દબાણ વધશે. આ સાથે કેનેડા-ભારત વચ્ચેના ગુપ્તચર અને સુરક્ષા સહયોગને પણ વધુ ગતિ મળશે.
ભારતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં લોરેન્સ ગેંગના સભ્યો દ્વારા મોબાઇલ ફોન મારફતે જેલમાંથી ગેંગને ચલાવવાના કિસ્સાઓ સામે આવ્યા હતા. ભારત સરકાર પણ આ ગેંગ પર કડક કાર્યવાહી માટે આંતરરાષ્ટ્રીય સહયોગ માગતી આવી હતી.
કેનેડાના આ પગલાને ભારતે આવકાર્યો છે અને જણાવ્યું છે કે લોરેન્સ ગેંગ જેવા સંગઠનો પર વૈશ્વિક સ્તરે દબાણ લાવવું ખુબજ જરૂરી છે જેથી ભવિષ્યમાં કોઈ દેશના કાયદા અને સમાજને નુકસાન ન થાય.
આ પણ વાંચો: Pakistan News/પાકિસ્તાને લડાકુ વિમાનોનો દ્વારા પોતાના જ નાગરિકો પર ફેંક્યા બોમ્બ
આ પણ વાંચો : Israel News/નેતન્યાહૂએ પેલેસ્ટાઇન પર બ્રિટન અને કેનેડા પર તીર સાધ્યું, કહ્યું- ‘આતંકવાદને પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે’
આ પણ વાંચો: America News/અમેરિકામાં ગુજરતી મહિલાની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા
